મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન સ્કોલરશીલ યોજના 2022 સંપૂર્ણ માહિતી

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન સ્કોલરશીલ યોજના 2022 સંપૂર્ણ માહિતી | યુવા સ્વાવલંબન યોજના pdf

રાજ્ય અને દેશના વિકાસ માટે યુવાઓનો અને તેમના શિક્ષણનો મહત્વનો ફાળો હોય છે. આ યુવાન-યુવતીઓ શિક્ષણમાં સિદ્ધીઓ મેળવે અને રાજ્યનો પ્રગતિ કરે તે ખૂબ જરૂરી છે. આર્થિક રીતે નબળા, છેવાડાના કે અંતરિયાળ વિસ્તારના લોકો પણ શિક્ષણ મેળવે તે ખૂબ જરૂરી છે. આર્થિક પરિસ્થિતીને કારણે કોઈપણ રાજ્યનો વિદ્યાર્થી કે વિદ્યાર્થી અધ-વચ્ચે શિક્ષણ ન છોડી દે તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકેલી છે. જેમ કે મફત શિક્ષણ, વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ લોન, શૈક્ષણિક લોન યોજના વિધાર્થીઓ માટે સહાય યોજના, મુખ્યમંત્રી સ્કોલરશીપ યોજના અથવા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના વગેરે યોજનાઓ અમલમાં મૂક્વામાં આવેલ છે. આ આર્ટિકલના માધ્યમ દ્વારા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માહિતીની માહિતી મેળવીશું.


MYSY Scholarship નો ઉદ્દેશ

ગુજરાતના પ્રભાવશાળી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ઉચ્ચશિક્ષણ, ટેકનિકલ અને સારૂ શિક્ષણ  મેળવી તે જરૂરી છે. MYSY scholarship નો ઉદ્દેશ ઉચ્ચ શિક્ષણ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવતા આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ Students ને આર્થિક સહાય આપવમાં આપવી. જેથી આવા તેજસ્વી વિદ્યાર્થીઓ પોતાની આર્થિક પરિસ્થિતીને કારણે અધવચ્ચે શિક્ષણ છોડી ન દે. આ સ્કોલરશીપ Merit cum Means ના ધોરણે આપવામાં આવશે.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ સહાયની રકમ

ધોરણ ૧૦ અને ૧૨ પછીના અભ્યાસ માટેની મહત્વપૂર્ણ યોજના

૧૨૦૦ થી ૨,૦૦,૦૦૦/-સુધીની શિષ્યવૃત્તિ, સહાય

આ યોજનાના અમલ માટે રાજ્યભરમાં 278 હેલ્પ સેન્ટરો શરૂ કરવામાં આવેલ છે.

નોંધ : ગુજરાત રાજ્યની કેન્દ્રીયકૃત પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ કાર્યવાહી ચાલુ હોય તેઓ રીશફલીંગમાં જવા ન માંગતા હોય તો જ ઓનલાઈન અરજી કરવી.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ નું લિસ્ટ

અરજદારનું આધાર કાર્ડ.

ઉમેદવારની અગાઉની વર્ગની માર્કશીટ.

ઉમેદવારના પરિવારનું આવકનું પ્રમાણપત્ર.

વિદ્યાર્થીનું જાતિ પ્રમાણપત્ર.

ઉમેદવારનું રહેઠાણ પ્રમાણપત્ર.

વિદ્યાર્થીના બેંક ખાતાની વિગતો.

વિદ્યાર્થીઓનું શાળા/કોલેજ પ્રવેશ પ્રમાણપત્ર.

અરજદારનો સ્કેન કરેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માં કેટલો લાભ મળશે ?

૧૨૦૦ થી ૨,૦૦,૦૦૦/-સુધીની શિષ્યવૃત્તિ, સહાય

ધોરણ-૧૦ પછી ડિપ્લોમા અથવા ધોરણ-૧૨ની પરીક્ષા પાસ કરી સ્નાતક અભ્યાસક્રમોમાં અથવા ડિપ્લોમાની પરીક્ષા પાસ કરી ડિગ્રી અભ્યાસક્રમના (ડી ટુ ડી) માં પ્રવેશ મેળવનાર શિક્ષણ વિભાગના વિવિધ ઠરાવ મુજબની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓએ

શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ અંતર્ગત ફ્રેશ અરજી કરવા માટે અને રીન્યુઅલના વિદ્યાર્થીઓએ રીન્યુઅલ અરજી કરવા માટે

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા 

  • સૌપ્રથમ તો મોબાઈલ / કમ્પ્યુટરના Chrome બ્રાઉઝર માં Www.Google.Co.In માં “ mysy gujarat ” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Google Search માં જે રીઝલ્ટ આવે તેમાંથી https://mysy.guj.nic.in/ પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
  • વેબસાઈટ ખોલ્યા બાદ “Fresh Application” પર ક્લિક કરવું. પ્રથમ વર્ષ માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ એ નવી એપ્લિકેશન કરવાની રહેશે
  • તથા વર્ષ 2016/17, 2017/18 ,2018/19, વર્ષ 2019-20, વર્ષ 2020-21 માં સહાય મેળવનાર વિધાર્થીઓ માટે બીજા/ત્રીજા/ચોથા વર્ષની ઓનલાઇન રિન્યુઅલ અરજી કરી શકશે
  • ખોલેલા પેજ પરથી, મેનુ બારમાં ઉપલબ્ધ “નવી એપ્લિકેશન/ રિન્યુઅલ” વિકલ્પ પર ક્લિક કરો.
  • પ્રવેશ વર્ષ અને બોર્ડ પસંદ કરો
  • સ્ટ્રીમ પસંદ કર્યા પછી
  • તમારી 12મી સીટ નંબર દાખલ કરો.
  • જન્મ તારીખ, મોબાઇલ ફોન નંબર દાખલ કરો,
  • “પાસવર્ડ મેળવો” વિકલ્પ પર ક્લિક કરો

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેલ્પ સેન્ટર હેલ્પલાઇન નંબર

ગુજરાત સરકાર દ્વારા ચાલતી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ઓનલાઈન અરજી બાબતે કે અન્ય કોઇ સમસ્યા હોય તો હેલ્પલાઈન પરથી મેળવી શકશે અને વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અંગે મૂઝવણ હોય કે વધુ માહિતી મેળવવી હોય તો નીચે આપેલા ઈમેઈલ કરીને મેળવી શકે છે. જે નીચે મુજબ છે.

Mukhyamantri Swavalamban Yojana Helpline NO:-

079-26566000, 7043333181 (10.30 થી 18:00 )

MYSY Email Id :- [email protected]


MYSY Yojana ની અરજી કોલેજના ક્યા વર્ષમાં કરી શકાય?

આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ કોલેજના પ્રથમ વર્ષમાં ઓનલાઈન અરજી કરી શકે છે. વિદ્યાર્થીઓ શરતચુકથી ઓનલાઈન અરજી કરવાનું ચૂકી ગયા હોય તો તેઓ કોલેજના કોઈપણ વર્ષમાં અરજી કરી શકે છે. આવા વિદ્યાર્થીઓને Login/Register માં જઈને “Delayed Application” માં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના જાહેરાત અહીં ક્લિક કરો

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના સુચના વાંચોઅહીં ક્લિક કરો

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના વધુ માહિતી મેળવવા અહીં ક્લિક કરો

બ્રેકીંગ ન્યુઝ ઓનલાઇન હોમ પેજ પર જાઓ અહીં ક્લિક કરો

MYSY scholarship મેળવવા માટે વિદ્યાર્થીના કેટલા પર્સેન્‍ટાઈલ(ટકા) હોવા જરૂરી છે?

Mukhyamantri Swavalamban Yojana નો મેળવવા માટે નીચે મુજબના પર્સેન્‍ટાઈલ હોવા જોઈએ.

સ્નાતક અભ્યાસક્રમો માટે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સેન્ટાઇલ(ટકા) હોવા જોઈએ. Diploma અભ્યાસક્રમ માટે ધોરણ-10 ની પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સેન્‍ટાઈલ D To D અભ્યાસક્રમ અભ્યાસક્રમ માટે ડિપ્લોમા અભ્યાસક્રમની પરીક્ષામાં 65 ટકા કે તેથી વધુ ટકા જોઇએ.

MYSY Verification Center ની જાણકારી કેવી રીતે મળશે?

આ સ્કોલરશીપ માટે હેલ્પ સેન્‍ટર અને વેરીફિકેશન સેન્‍ટરની જાણકારી MYSY ની અધિકૃત વેબસાઈટ પરથી મળશે. આ ઉપરાંત આ વેબસાઈટમાં પર Direct Link આપેલી છે.

MYSY Self Declaration Form ક્યાં આપવાનું હોય છે.?

આ સ્કોલરશીપ મેળવવાપાત્ર વિદ્યાર્થીઓએ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ Download કરીને પોતાના વાલીની સહી કરાવીને વેરિફિકેશન સેન્‍ટર ખાતે જમા કરવાનું હોય છે.

Leave a Comment