SBI ક્લાર્ક ભરતી 2022, ઓનલાઈન અરજી કરો @sbi.co.in

SBI ક્લાર્ક ભરતી 2022, ઓનલાઈન અરજી કરો @sbi.co.in | બેન્કમાં ભરતી 2022 | સ્ટેટ બેંકમાં ભરતી 2022

 જુનિયર એસોસિએટ પોસ્ટ્સ (Junior Associate posts) માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એસબીઆઇ ક્લાર્કની ભરતી (SBI Clerk Recruitment 2022) માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવારો તેમની યોગ્યતાના માપદંડને ચકાસી શકે છે અને એસબીઆઈ ભરતી 2022 (SBI Recruitment 2022) માટે sbi.co.in પરથી અરજી કરી શકે છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલા એસબીઆઈ ક્લાર્ક (SBI Clerk Jobs) પાત્રતા માપદંડની તપાસ કરી લે. એસબીઆઈ ક્લાર્ક 2022 એપ્લિકેશન લિંક અને યોગ્યતાના માપદંડ વિશે અહીં અમે તમને વિગતવાર જણાવી રહ્યા છીએ.


5000થી વધુ ખાલી જગ્યાઓ માટે ભરતી

એસબીઆઈ ક્લાર્ક નોટિફિકેશન 2022 ગઈકાલે બહાર પાડવામાં આવી હતી. જેમાં એસબીઆઈ ક્લાર્કની 5000થી વધુ ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવી હતી. એસબીઆઈ ક્લાર્ક ભરતી 2022 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 27 સપ્ટેમ્બર, 2022 છે.

કઇ રીતે કરી શકો છો અરજી?

  • – સૌ પ્રથમ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ઓફિશ્યલ વેબસાઇટ www.sbi.co.in પર જાઓ.
  • – હવે હોમપેજ પર કરિયર ટેબ પર ક્લિક કરો અને કરન્ટ ઓપનિંગ સેક્શનને ઍક્સેસ કરો.
  • – હવે નોટિફિકેશન હેઠળની એપ્લિકેશન લિંક પર ક્લિક કરો જેમાં “જુનિયર એસોસિએટ્સની ભરતી (કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ)” લખેલું છે.
  • – નવું લોગીન/રજીસ્ટ્રેશન પેજ ખુલશે.
  • – હવે તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • – ત્યાર બાદ એસબીઆઇ ક્લર્ક 2022 એપ્લિકેશન ફોર્મ ભરો.
  • – જરૂરી દસ્તાવેજો અને માહિતી અપલોડ કરો.
  • – એપ્લિકેશન ફી જમા કરો અને ફોર્મ સબમિટ કરો.
  • – ભવિષ્યમાં રેફરન્સ માટે અરજીની એક કોપી તમારી પાસે જરૂર રાખો.

SBI ક્લાર્ક શૈક્ષણિક લાયકાત

માન્ય યુનિવર્સીટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ સમકક્ષ લાયકાત. ઈન્ટિગ્રેટેડ ડ્યુઅલ ડિગ્રી (IDD) પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે IDD પાસ કરવાની તારીખ 30-11-2022 અથવા તે પહેલાની છે.

SBI ક્લાર્ક પગાર ધોરણ

પ્રારંભિક મૂળભૂત પગાર રૂ. 19,900/- (રૂ. 17900/- ઉપરાંત સ્નાતકોને સ્વીકાર્ય બે એડવાન્સ ઇન્ક્રીમેન્ટ રૂ. 17900-1000/3-20900-1230/3-24590-1490/4-30550-1730/7-42600-3270/1-45930-1990/1-47920)

SBI ક્લાર્ક વય મર્યાદા

ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ.

અનામત કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદામાં નિયમો છૂટછાટ મળવાપાત્ર છે.

સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓ અહીં ક્લિક કરો

SBI ક્લાર્ક ભરતી 2022 અગત્યની તારીખો

ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ તારીખ 07/09/2022

ઓનલાઈન ફોર્મ ભરવાના છેલ્લી તારીખ 27/09/2022

પ્રિલીમનરી પરીક્ષા (અંદાજીત) નવેમ્બર 2022

મેઈન પરીક્ષા (અંદાજીત) ડિસેમ્બર 2022

Leave a Comment