ઓનલાઇન પાન કાર્ડ કઢાવો ફક્ત 10 મિનિટમાં

 ઓનલાઇન પાન કાર્ડ કઢાવો ફક્ત 10 મિનિટમા  | ઘરે બેઠા પાન કાર્ડ કઢાવો | ઓનલાઇન પાન કાર્ડ કઢાવવાની માહિતી | પાન કાર્ડ કાઢો ફક્ત 10 મિનિટમાં

આધાર કાર્ડની જેમ, પાન કાર્ડ પણ જરૂરી દસ્તાવેજોમાં શામેલ છે. ઘણા સરકારી કામો છે જેમાં PAN વગર કામ થતું નથી. બેંક અને રોકાણ વગેરેને લગતું કામ પાન વગર ન કરવું જોઈએ. મ્યુચ્યુઅલ ફંડ જેવા રોકાણમાં નાણાં રોકવા હોય અથવા ફંડની પાકતી મુદતે વળતર મેળવવા માટે, તમારી પાસે પાન હોવું જરૂરી છે. હવે જો તમારી પાસે પાન કાર્ડ નથી તો તમારે કોઈ પણ સરકારી કચેરીમાંથી બનાવવું પડશે જે ખૂબ જ મુશ્કેલ બાબત હશે. ખાસ કરીને લાઇન મનમાં આવે કે તરત જ PAN બનાવવાની ઇચ્છા અદૃશ્ય થઈ જાય છે. આવી સ્થિતિમાં, શ્રેષ્ઠ માર્ગ ઓનલાઈન હોઈ શકે છે જેમાં તમામ કામ ઘરે બેસીને કરવામાં આવે છે.


PAN Card નું પૂરું નામ પરમેનન્ટ એકાઉન્ટ નંબર છે. આ એક યુનિક ઓળખ Card છે અને તેને કોઈપણ પ્રકારના નાણાકીય વ્યવહારમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

PAN Card માં 10-અંકનો આલ્ફાન્યૂમેરિક નંબર હોય છે, જે આવકવેરા વિભાગ પાસેથી ઉપલબ્ધ હોય છે. PAN Card ભારતમાં આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ લેમિનેટ Card તરીકે બનાવવામાં આવે છે, જે સેન્ટ્રલ બોર્ડ ફોર ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) ની દેખરેખ હેઠળ આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે. તમારી આવકમાંથી આવકવેરો ભરવા માટે PAN Card ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ના નિયમોનુસાર એક વ્યક્તિ આજીવન માં એક જ પણ કાર્ડ કઢાવી શકે અને જો તેની પાસે એક કરતાં વધારે પણ કાર્ડ જણાય તો તેને રૂ.10,000 સુધી દંડ પણ થઈ શકે છે.

PAN Card નું પૂરું નામ શું છે?

PAN Card નું પૂરું નામ છે – Permanent Account Number

PAN Card શા માટે જરૂરી છે?

PAN Card માં ફોટો, નામ અને હસ્તાક્ષર હોય છે, તેથી તેનો ઉપયોગ ઓળખ Card તરીકે પણ થઈ શકે છે.

તેનો મુખ્ય ઉપયોગ કર ચૂકવવાનો છે. PAN Card વગર તમારે વધુ ટેક્સ ચૂકવવો પડી શકે છે. PAN Card ના અનન્ય નંબરની મદદથી, આવકવેરા વિભાગ વ્યક્તિ દ્વારા કરવામાં આવતા તમામ વ્યવહારોને લિંક કરે છે અને તેની દેખરેખ રાખે છે જેથી કરચોરી અટકાવી શકાય.

તે માત્ર કર ચૂકવવા માટે જ નહીં પરંતુ કોઈપણ ઉચ્ચ મૂલ્યના વ્યવહારો માટે પણ જરૂરી છે. જોબ કરનાર વ્યક્તિને PAN Card ની સૌથી વધુ જરૂર હોય છે, જે તેમને પેમેન્ટ ભરવાનું સરળ બનાવે છે.

આજકાલ તમામ બેંકોમાં ખાતું ખોલાવવા માટે PAN Card જરૂરી છે.

PAN Card તમને આવકવેરામાં બધી પ્રકારની ભૂલો અથવા સમસ્યાઓથી બચાવે છે.

ઘર બનાવવા માટે પ્રોપર્ટી ખરીદતી વખતે કે વેચતી વખતે પણ PAN Card જરૂરી છે. વાહન ખરીદતી વખતે પણ તેની જરૂર પડે છે.

જો તમે NRI છો તો તમે સરળતાથી PAN Card ની મદદથી પ્રોપર્ટી ખરીદી શકો છો અને આ દેશમાં તમારો બિઝનેસ પણ શરૂ કરી શકો છો.

  • સૌથી પહેલાં https://www.incometaxindiaefiling.gov.in/home પર જવુ પડશે.
  • અહીં તમને તમારી ડાબી બાજુ Instant PAN through Aadhaarનું ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરો.
  • ત્યારબાદ એક નવું પેજ ખુલશે જ્યાં તમને Get New Panનું ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરો.
  • હવે નવા પેજ પર તમારે તમારા આધાર કાર્ડનો નંબર (Aadhaar Card Number) ભરવા કહેવામાં આવશે. ત્યાં તમારો આધાર નંબર ભરો અને ‘I Confirm’  પર ક્લિક કરો.
  • તમારા રજિસ્ટર્ડ મોબાઇલ પોન પર OTP આવશે. તેને સાઇટમાં આપેલા ઓપશનમાં ભરો અને વેરિફાય કરો.
  • વેરિફિકેશન થયા બાદ તાત્કાલીક તમને e-PAN જારી કરવામાં આશે.
  • તેમાં આવેદનકર્તાને PDF ફોર્મેટમાં પાન કાર્ડની એક કોપી મળે છે, જેના પર QR Code હોય છે. આ ક્યૂઆર કોડમાં આવેદકને ડેમોગ્રાફિક ડિજિટલ તેમજ ફોટો હોય છે.

પાન નંબર દ્વારા PAN Card ડાઉનલોડ કરવા માટે ના સ્ટેપ

  • STEP 1: ઈ-PAN Card ડાઉનલોડ કરવા માટે NSDL પોર્ટલની મુલાકાત લો. https://www.onlineservices.nsdl.com/paam/requestAndDownloadEPAN.html
  • STEP 2: ફોર્મ પર જરૂરી વિગતો દાખલ કરો જેમ કે જન્મ તારીખ, PAN અને કેપ્ચા કોડ.
  • STEP 3: ‘સબમિટ’ પર ક્લિક કરો અને ઈ-પાન ડાઉનલોડ કરો.

ઓનલાઈન અરજી કરો  | Click Here | Click here

ઈ-પાનકાર્ડ ડાઉનલોડ કરો | Click Here | Click here

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ   અહીં ક્લિક કરો

PAN Card ડાઉનલોડ કરવા માટે જરૂરી દસ્તાવેજો

આધાર કાર્ડ અપડેટ હોવું જરૂરી

અપડેટેડ રહેણાંક સરનામું જેમ કે આધાર કાર્ડ, મતદાર આઈડી કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ અથવા યુટિલિટી બિલ.

તમારા ઈ-પાનની સ્થિતિ તપાસવા અથવા ડાઉનલોડ કરવા માટેના સ્ટેપ

  • વેબસાઈટના હોમપેજ પર જાઓ અને ઈ-પાન સંબંધિત ટેબ પર ક્લિક કરો.
  • જ્યાં નવી વિન્ડો ખુલશે. તેમાં ‘ચેક સ્ટેટસ/ ડાઉનલોડ પાન’ નો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરો.
  • નવા પેજ પર તમને આધાર નંબર દાખલ કરવાનું કહેવામાં આવશે. મોબાઈલ નંબર પર મળેલા OTP વડે તેની ચકાસણી કર્યા પછી, તમે તમારા PAN ની સ્થિતિ સરળતાથી ચકાસી શકશો.
  • જો તમારું ઈ-પાન તૈયાર છે તો તમે આ દસ્તાવેજ ડાઉનલોડ કરી શકશો.

Leave a Comment