મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2023, જુઓ સંપૂર્ણ માહિતી | નવું ચૂંટણી કાર્ડ કઢાવવું | ચૂંટણી કાર્ડમાં સુધારા કરવા
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2023 : ચૂંટણી કાર્ડને લગત સુધારા કરવા માટે ચૂંટણી પંચ દ્વારા વર્ષમાં બે ત્રણ વખત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવતો હોય છે. ચાલુ વર્ષ 2023 માટે આ કાર્યક્રમમાં આવતીકાલ એટલે કે તારીખ 5 એપ્રિલ 2023 થી 20 એપ્રિલ 2023 સુધી યોજાનાર છે
વોટર આઈડીને આધાર સાથે લિંક કરવાની ઝુંબેશ
કાયદા અને ન્યાય મંત્રાલય તરફથી એક ગેઝેટ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે મતદાર યાદીમાં નામ સામેલ કરવા માટેની અરજીઓ નકારવામાં આવશે નહીં. વધુમાં જણાવવામાં આવ્યું હતું કે જો કોઈ મતદાર આધાર નંબર બતાવવામાં નિષ્ફળ જશે તો મતદાર યાદીમાંથી એન્ટ્રીઓ કાઢી નાખવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચ દ્વારા વોટર આઈડીને આધાર સાથે લિંક કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.સરકાર દ્વારા મતદાર કાર્ડ અને આધારને લિંક કરવાની છેલ્લી તારીખ અગાઉ 1 એપ્રિલ, 2023 હતી. જે હવે સરકાર દ્વારા વધારીને 31 માર્ચ 2024 કરવામાં આવી છે.
મતદાર યાદી સુધારણા કાર્યકમ 2023
મતદારયાદિ સંક્ષિપ્ત સૂધારણા કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે. જેમા તા. 5-4-2023 થી 20-4-2023 સુધી મતદારયાદિને લગતા વીવીધ કામો કરી શકાશે. જે નીચે મુજબ છે.
- નવું નામ નોંધાવવું – ફોર્મ નં – ૬
- નામ કમી કરાવવું – ફોર્મ નં – છ
- નામમાં સુધારો – ફોર્મ નં -૮
- સ્થળ બદલવું – ફોર્મ નં – ૯
નોંધ: ફોર્મ વિના મૂલ્યે (કોઇ પણ જાતની ફી લીધા વિના) ભરવામાં આવે છે.જે યુવા મતદારના તા. 01/04/2023ના રોજ 18 વર્ષ થતાં હોય તેઓ મતદારયાદીમા નામ નોંધાવી શકે છે. નામ, નોંધણી તેમજ જરૂરી સુધારા વધારા કરવા માટે મામલતદાર કચેરી તથા આપના પ્રાથમિક શાળાની બી.એલ.ઓ.શ્રી (શિક્ષકશ્રી)નો સંપર્ક કરવા વિનંતી. Matadar Yadi Sudharana 2023
મતદાર યાદી સુધારણા ઝુંબેશના દિવસો
તારીખ 5 એપ્રિલ 2023 થી 20 એપ્રિલ 2023 સુધી
જરૂરી પુરાવા
- આધાર કાર્ડ. ઝેરોક્ષ
- શાળા ની L.C. ઝેરોક્ષ
- ઘરના કોઈ એક સભ્ય નું ચુંટણી કાર્ડ ઝેરોક્ષ
- પાસપોર્ટ ફોટો
મતદાર હેલ્પલાઇન એપ એ ભારતીય મતદારો માટે મતદાર યાદીમાં તેમનું નામ શોધવા, મતદાર નોંધણી અને સુધારા માટેના ફોર્મ સબમિટ કરવા, તેમની ડિજિટલ ફોટો મતદાર સ્લિપ ડાઉનલોડ કરવા, ફરિયાદ કરવા, ચૂંટણી લડી રહેલા ઉમેદવારો વિશે વિગતો શોધવા અને સૌથી અગત્યનું વાસ્તવિકતા જોવા માટેની વ્યાપક એપ્લિકેશન છે.
મહત્વપૂર્ણ લિંક:
મતદાર યાદીમાં તમારું નામ ચેક કરવા માટે | અહી ક્લિક કરો |
ગુજરાત ચૂંટણી મતદાર યાદીમાં નામ તપાસો | અહીં ક્લિક કરો |
વોટર હેલ્પ લાઇન એપ્લિકેશન | ડાઉનલોડ કરો |
ઓફીશ્યલ પરિપત્ર | અહીંથી વાંચો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
ગુજરાતમાં મતદાર યાદીમાં તમારું નામ કેવી રીતે શોધવું ?
- સૌ પ્રથમ સરકારની ઓફિશ્યલ વેબસાઈટ પર જવાનું રેહશે. જેની વેબસાઈટ http://secsearch.gujarat.gov.in/search/default.aspx છે.
- ત્યારબાદ તમારે એરિયા સિલેક્ટ કરવાનો રેહશે.
- હવે પછી જીલ્લો અને તાલુકો સિલેક્ટ કરવાનું રેહશે.
- આ કર્યા બાદ તમારે તમારું પૂરું નામ લખવાનું રેહશે.
- ત્યાર બાદ તમારી ઉમર લખવાની રેહશે
- હવે પુરુષ / સ્ત્રી / અન્ય સિલેક્ટ કરવાનું રેહશે.
- ત્યાર બાદ કેપ્ચા કોડ લખવાનો રેહશે.
- સર્ચ બટન પર ક્લિક કરવાથી તમે તમારી માહિતી ચેક કરી શકશો.