RTE એડમિશન 2023-24 સંપૂર્ણ માહિતી

 RTE એડમિશન 2023-24 સંપૂર્ણ માહિતી

RTE Admission 2023-24/RTE એડમિશન ૨૦૨૩-૨૪: ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ પલ્સરી એજ્યુકેશન એકટ-૨૦૦૯ ની કલમ ૧૨ (૧)ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ મુજબ વિનામૂલ્યે ધોરણ-૧ માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોએ ૧ જૂન-૨૦૨૬નાં રોજ છ વર્ષ પૂર્ણ કરેલ હોય અને નીચે દર્શાવેલ અગ્રતાક્રમ ધરાવતા હોય તેજ બાળકો આ યોજના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશપાત્ર બને છે, આ લેખમાં, ફોર્મ ભરવાનું ક્યારે ચાલુ થવાનું છે અને છેલ્લી તારીખ શું છે અને સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા શેર કરીશું, જેના દ્વારા તમે ગુજરાતમાં પ્રવેશ ફોર્મ ભરી શકો છો.  ઉપરાંત, અમે પાત્રતાના માપદંડ અને પ્રવેશ 2023 ની મહત્વપૂર્ણ તારીખ વિશે મહત્વપૂર્ણ વિગતો શેર કરીશું.


RTE Gujarat પ્રવેશ જાહેરાત માહિતી 2023:ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલ્સરી એજ્યુકેશન એકટ -૨૦૦૯ ની કલમ ૧૨ ( ૧ ) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં રપ % મુજબ વિનામૂલ્ય ધોરણ -1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે

RTE Admission 2023 હેઠળ ક્યા વિદ્યાર્થીઓને એડમિશન મળશે?

        આ કાયદા હેઠળ ક્યા-ક્યા વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે તેની વિગતો નીચે મુજબ છે.

  • બાળકની વય મર્યાદા 1 જૂનના રોજ 5 થી 7 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
  • અનાથ, સંભાળ અને સંરક્ષણની જરૂરિયારવાળું બાળકોને પ્રવેશ મળશે.
  • બાળ મજૂર, દિવ્યાંગ તેમજ એચ.આઈ.વી ગ્રસ્ત બાળકોને મળવાપાત્ર થશે.
  • ફરજ પર શહિદ થયેલ લશ્કરી/અર્ધ લશ્કરી/ પોલીસદળના જવાનના બાળકોને
  • જેમને સંતાનમાં એકમાત્ર દિકરી હોય તેવી દિકરીઓને RTE હેઠળ પ્રવેશ મળશે.
  • સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોને મળવાપાત્ર થાય
  • BPL કુટુંબના બાળકોને પ્રવેશ મળશે.
  • SC/ST કેટેગરીના બાળકો આર.ટી.ઈ હેઠળ એડમિશન મળશે.
  • સામાજિક, શૈક્ષણિક પછાત વર્ગ/ અન્‍ય પછાત વર્ગ/ વિચરતી અને વિમુક્ત જાતિના બાળકોને
  • જનરલ કેટેગરી/ બિન અનામત વર્ગના બાળકો RTE હેઠળ પ્રવેશ મળશે.

કેટલી આવક મર્યાદા ધરાવતા દંપતીઓના બાળકોને પ્રવેશ મળશે? (RTE Admission Income Limit)

આરટીઆઈ હેઠળ પ્રવેશ મેળવવા માટે આવક મર્યાદા (RTE admission income limit) નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • ગ્રામ્ય વિસ્તારમાં કુટુંબની વાર્ષિક આવક 1,20,000 (એક લાખ વીસ હજાર) થી ઓછી
  • શહેરી વિસ્તારમાં કુટુંબની વાર્ષિક આવક 1,50,000 (દોઢ લાખ) થી ઓછી
પ્રક્રિયાઓ અપેક્ષિત તારીખો
નોટિફિકેશન ની તારીખ  31/03/2023
RTE Gujarat અરજી કરવાની શરૂઆત ની તારીખ 10/04/2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22/04/2023

અગત્ય ની સૂચના
શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ તા. ૧૦/૦૪/૨૦૨૩ થી તા.૨૨/૦૪/૨૦૨૩ના રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી ભરી શકાશે. સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો, તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઈન્કમટેક્ષ રીટર્ન, તથા ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (લાગુ પડતુ હોય ત્યાં) વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી


Important Links:

RTE પ્રવેશ નોટિફિકેશન 2023: જુઓ અહીથી

ફોર્મ ભરવા માટે ની લિંકઅહીં થી ખોલો

Official Website: ફોર્મ ભરવા માટે :Click Here








 RTE ઓનલાઈન ફોર્મ ભરવાના સ્ટેપ

  • પ્રથમ પગલું આરટીઇ ગુજરાતની સત્તાવાર વેબસાઇટ https://rte.orpgujarat.com/ પર જોવાનું છે. વેબસાઈટના હોમ પેજ પર, તમે RTE એડમિશન 2023-24 નોટિફિકેશન અને ઓનલાઈન રજીસ્ટ્રેશન લિંક જોઈ શકો છો. આગલા પગલા પર આગળ વધવા માટે લિંક પર ક્લિક કરો.
  • ઓનલાઈન નોંધણી કરો
  • એકવાર તમે RTE પ્રવેશ 2023-24 લિંક પર ક્લિક કરો, પછી તમને નવા વેબ પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે. આ પૃષ્ઠ પર, તમને ‘નોંધણી કરો’ બટન મળશે. નોંધણી પ્રક્રિયા શરૂ કરવા માટે આ બટન પર ક્લિક કરો.
  • ઑનલાઇન નોંધણી ફોર્મ ભરો
  • ‘રજીસ્ટર’ બટન પર ક્લિક કર્યા પછી, એક ઓનલાઈન નોંધણી ફોર્મ દેખાશે. તમારે તમામ જરૂરી માહિતી જેમ કે વિદ્યાર્થીનું નામ, જન્મ તારીખ, સરનામું, માતાપિતાનું નામ અને સંપર્ક વિગતો ભરવાની જરૂર છે. તમારે તમામ જરૂરી દસ્તાવેજો પણ અપલોડ કરવાની જરૂર છે જેમ કે વિદ્યાર્થીનો પાસપોર્ટ-સાઇઝનો ફોટોગ્રાફ, આધાર કાર્ડ, જન્મ પ્રમાણપત્ર, માતા-પિતાનું આધાર કાર્ડ, સરનામાનો પુરાવો, શાળા પ્રવેશ રસીદ, કુટુંબ આવકનું પ્રમાણપત્ર, બેંક પાસબુકની નકલ, BPL રેશન કાર્ડ, અને સ્વ- પ્રમાણિત દસ્તાવેજો.
  • દાખલ કરેલી વિગતો અને દસ્તાવેજો ચકાસો
  • ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભર્યા પછી અને તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કર્યા પછી, કોઈપણ વિસંગતતાઓને ટાળવા માટે તમામ દાખલ કરેલી વિગતો અને દસ્તાવેજોની કાળજીપૂર્વક ચકાસણી કરો. એકવાર તમે બધું ચકાસ્યા પછી, નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ‘સબમિટ’ બટન પર ક્લિક કરો.
  • એપ્લિકેશન ફોર્મ સાચવો
  • એપ્લિકેશન ફોર્મ સફળતાપૂર્વક સબમિટ કર્યા પછી, ભવિષ્યના સંદર્ભ માટે એપ્લિકેશન ફોર્મની એક નકલ સાચવો.

RTE Gujarat Admission 2023 ની શાળા નું લીસ્ટ તપાસવા માટે

ગુજરાત રાજ્યના શિક્ષણ અધિકાર દ્વારા તમે જે શાળા સૂચિમાં પ્રવેશ મેળવી શકો છો તે તપાસવા માટે, તમારે નીચે આપેલા સરળ પગલાંને અનુસરવાની જરૂર છે: –

  • પ્રથમ, અહીં આપેલ ઓફિશિયલ વેબસાઇટ લિંકની મુલાકાત લો
  • તમે લિંક પર ક્લિક કરશો તમે RTE Gujarat ના સત્તાવાર વેબપેજ પર પહોચશો.
  • પછી તમારે માહિતી દાખલ કરવી પડશે જેમ કે જીલ્લો, વોર્ડ, નામ વગેરે..
  • હવે Search પર ક્લિક કરો
  • List તમારી સ્ક્રીન પર જોવા મળશે

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

RTE એડમિશન ની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

RTE Admission 2023 Official Website https://rte.orpgujarat.com/

RTE પ્રવેશ માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

RTE એડમિશન માટે અરજી કરવાની છેલ્લી તારીખ 22/04/2023 છે

Leave a Comment