વેકેશનમાં ફરવા લાયક ગુજરાતના ટોપ 10 પ્રવાસન સ્થળો | સાપુતારા| સ્ટેચ્યુ ઓફ યુનિટી |સરદાર સરોવર ડેમ | રાણકી વાવ પાટણ | જૂનાગઢ ,ગીર અભ્યારણ, ગિરનાર| તારંગા હિલ | પાવાગઢ મહાકાળી મંદિર |સોમનાથ મંદિર | શિવરાજપુર બીચ | મોઢેરા સૂર્યમંદિર
સ્ટેચ્યુ ઓફ યુનિટી , સરદાર સરોવર ડેમ :ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાલ 2018માં દુનિયાની સૌથી મોટી સરદાર પટેલની પ્રતિમાનું ઉદ્દઘાટન કરીને દેશને સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની ભેટ આપી. આજે સરદાર પટેલની 182 મીટર ઉંચી પ્રતિમા ગુજરાત રાજ્ય અને ભારત દેશમાં સેન્ટર ઓફ અટ્રેક્શન બની છે. અહીં હજારોની સંખ્યામાં લોકો આવે છે. જેમાં ભારતના ખૂણે ખૂણેથી આવેલા લોકો નર્મદા જિલ્લાના કેવડીયા ગામની મુલાકાત લે છે. આ પ્રતિમા સરદાર સરોવર ડેમથી 3.5 કિલોમીટરના અંતરે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી સરદાર સરોવર ડેમ, સાતપુડા તેમજ વિંધ્ય પર્વતની હારમાળા પણ જોઈ શકાય છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની સાથે લેઝર શો, લાઈટ શો, ફ્લાવર વેલી, નૌકા વિહાર, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાઈ ગાર્ડન, એક્તા નર્સરી, જંગલ સફારી, એક્તા મોલ સહિત જોવાલાયક સ્થળો છે.
તારંગા હિલ :મહેસાણાના સતલાસણા તાલુકામાં તારંગા કે તારંગાહિલ નામે ઓળખાતી 1200 ફિટ ઉંચી ટેકરી આવેલી છે. મુખ્યરૂપે તો તે અરવલ્લીની પર્વતમાળાનો એક ભાગ જ છે. અહીંની પર્વતોની સુંદરતા જોવાલાયક છે. અહી સુંદર જૈન મંદિરો આવેલા છે. કુમારપાળે અહીં ભગવાન અજિતનાથનું સુંદર મંદિર પણ બનાવેલું છે. જૈન લોકો માટે આ સ્થળ શ્રદ્ધાનું કેન્દ્ર છે. અહીંની મુલાકાત લેનારને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે. તમને જણાવી દઈએ કે આ એક વન્યજીવ અભયારણ્ય છે, જેની સ્થાપનાનું મુખ્ય કારણ એશિયાઈ સિંહોનું રક્ષણ કરવાનું હતું. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનને સાસણ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે પણ ઓળખવામાં આવે છે.
રાણકી વાવ :પાટણ ગુજરાત રાજ્યનું એક મુખ્ય પ્રવાસન સ્થળ છે,જે રાણી કી વાવ માટે જાણીતું છે. આ વાવને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સામેલ કરવામાં આવી છે. પાટણમાં અનેક મંદિરો, દરગાહ અને જૈન મંદિરો પણ છે. જો તમે ગુજરાતના કોઈપણ ધાર્મિક સ્થળની મુલાકાત લેવા માંગતા હો, તો તમારે તમારી યાદીમાં પાટણનો સમાવેશ કરવો જોઈએ.
શિવરાજપુર બીચ :શિવરાજપુર બીચ, ગુજરાતના દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામની નજીક આવેલો દરિયાકિનારો છે. શિવરાજપુર ગામની રચના ૧૯મી સદીની શરૂઆતમાં બરોડા રાજ્ય દ્વારા કરવામાં આવી હતી. ઓક્ટોબર ૨૦૨૦માં ડેનમાર્ક સ્થિત સ્વૈચ્છિક સંસ્થા ફાઉન્ડેશન ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન દ્વારા તેને પ્રતિષ્ઠિત ‘બ્લુ ફ્લેગ બીચ’ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.