How to check :LIC પોલિસી સ્ટેટસ ચેક કરી શકો છો, જાણો કેવી

 How to check :LIC પોલિસી સ્ટેટસ ચેક કરી શકો છો, જાણો કેવી |LIC policy details by policy number |LIC Policy status

 જો તમારી પાસે પણ ભારતીય જીવન વીમા નિગમની (Life Insurance Corporation of India- LIC) કોઈ પોલિસી ખરીદેલી છે અને તમે પોલિસી પ્રીમિયમની (Policy Premium) જાણકારી મોબાઇલ પર ઈચ્છો છો તો પોતાની કોન્ટેક્ટ ડિટેલ તાત્કાલિક અપડેટ કરી દો. LIC પોતાના ગ્રાહકોને પ્રીમિયમ અને તેના સાથે જોડાયેલી સૂચનાઓ મોબાઇલ પર નોટિફિકેશન એલર્ટ (LIC Notification Alert) તરીકે મોકલે છે.


શું તમે પણ કોઇ એલઆઇસી (ભારતીય જીવન વીમા)ની પોલિસી ખરીદી છે? અને હવે ઇચ્છો છો કે એલઆઇસીની ઓફિસની બહાર લાઇનમાં ઊભા રહેવાના બદલે જ ઓનલાઇન ઘરે બેઠા તેના સ્ટેટ્સની અપડેટ લો. પણ આમ કેમ કરવું તે તમને નથી ખબર, તો આ આર્ટીકલ તમારી મદદ કરી શકે છે. અહીં અમે તમને ગુજરાતીમાં સ્ટેપ બાય સ્ટેપ શીખવીશું કેવી રીતે.

આ માટે, તમારે ફક્ત તમારા મોબાઇલ નંબરને પોલિસી સાથે લિંક કરવો જરૂરી છે. પરંતુ જો તમારો ફોન પોલિસી સાથે લિંક ન હોય તો પણ ચિંતા કરવાની કોઈ વાત નથી. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે મોબાઈલ લિંક વિના પણ સ્ટેટસ કેવી રીતે ચકાસવું.

તમારી LIC પોલિસી નું સ્ટેટસ ઓનલાઇન ચેક કરવાના સ્ટેપ

સૌથી પહેલા તો જાણી લો કે તમે ઘરે બેઠા તમારી પોલિસીનું સ્ટેટસ કેવી રીતે જાણી શકો છો.

  • પોલિસીની સ્થિતિ જાણવા માટે, તમારે પહેલા LICની સત્તાવાર સાઇટ https://www.licindia.in/ પર જવું પડશે.
  • લિંક ઓપન થતાં જ તમારે તમારું નામ, પોલિસી નંબર જેવી માહિતી ભરવાની રહેશે. જે બાદ તમારું રજીસ્ટ્રેશન થઈ જશે.
  • રજીસ્ટ્રેશન પૂર્ણ થતાની સાથે જ તમે તમારી પોલિસીની સ્થિતિ જાણી શકશો.
  • પોલિસીની માહિતી કોલ અથવા મેસેજ દ્વારા પણ જાણી શકાય છે.
  • કૉલ પર પોલિસી સ્ટેટસ જાણવા માટે, તમારે 022-68276827 નંબર પર કૉલ કરવો પડશે.
  • બીજી તરફ મેસેજ દ્વારા માહિતી મેળવવા માટે તમારે આ નંબર 9222492224 પર મેસેજ કરવાનો રહેશે.
  • જેના માટે મેસેજમાં LICHELP લખીને તમારો પોલિસી નંબર લખો.
  • આ મેસેજ મોકલવા માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં.

મોબાઇલ નંબર કેવી રીતે લિંક કરવો

જો તમારો મોબાઈલ નંબર રજીસ્ટર્ડ નથી તો તેના માટે પણ તમારે ટૂંકી પ્રક્રિયાને અનુસરવી પડશે.

  • આ માટે પણ તમારે પહેલા LICની વેબસાઈટ પર જવું પડશે. જ્યાં ગ્રાહક સેવાના વિકલ્પ પર જાઓ.
  • લિંક ઓપન થતાં જ તમારી સામે ઘણા બધા ઓપ્શન આવશે, જેમાંથી Update Your Contact Details Online ના વિકલ્પ પર ક્લિક કરો.
  • લિંક પર ક્લિક કરવાથી એક નવું પેજ ખુલશે. જેમાં તમારે તમારી તમામ માહિતી ભરવાની રહેશે.
  • યોગ્ય રીતે વિગતો ભર્યા પછી ફોર્મ સબમિટ કરો.
  • તે પછી તમારે તમારો પોલિસી નંબર નાખવો પડશે.
  • જે પછી તમારી સામે Validate Policy Details નો ઓપ્શન આવશે.
  • જેના પર ક્લિક કરવાથી તમારો મોબાઈલ નંબર રજીસ્ટર થઈ જશે.

Leave a Comment