વિધવા બહેનો માટે સહાય યોજના કઈ રીતે ભરી શકાય છે ફોર્મ કયા ડોક્યુમેન્ટ પડશે જરૂર

વિધવા બહેનો માટે સહાય યોજના કઈ રીતે ભરી શકાય છે ફોર્મ કયા ડોક્યુમેન્ટ પડશે જરૂર | ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજના | વિધવા સહાય યોજના ફોર્મ કેવી રીતે ભરવું

 • ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજનાનો હેતુ
 •  વિધવા સહાય યોજના ની પાત્રતા 
 • વિધવા સહાય યોજના ના ડોક્યુમેન્ટ

નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માન થી જીવી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવાના ઉપદેશ સાથે ગંગાસ્વરૂપ આ યોજના અમલમાં મૂકવામાં આવી છે


ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજનાનો હેતુ નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માન થી જીવી શકે તે માટે ગુજરાત સરકારના વુમન એન્ડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે ગંગાસ્વરૂપ આ યોજના અમલમાં મૂકવામાં આવી છે વિધવા સહાય યોજનાનું નામ બદલીને ગંગાસ્વરૂપ આર્થિક યોજના કરવામાં આવ્યું છે જેમાં વિધવા બહેનોને 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય તો પણ આ યોજનાનો લાભ મળશે વિધા સહાય યોજના ગુજરાત રાજ્ય દ્વારા ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજના ચલાવવામાં આવે છે તથા કેન્દ્ર સરકાર દ્વારા અને ગુજરાત રાજ્ય સંયુક્ત રીતે ઇન્દિરા ગાંધી નેશનલ સ્કીમ ચલાવવામાં આવે છે

વિધવા સહાય યોજના માટેની યોગ્ય લાયકાત

 • અરજદાર મહિલાની ઉંમર 18 થી 60 વર્ષ હોવી જોઈએ 
 • ગુજરાતના મૂળ નાગરિક હોવા જોઈએ 
 • ગ્રામવિસ્તારમાં રહેતા કુટુંબની વાર્ષિક આવક 1 લાખ 20 હજાર કરતાં વધુ ન હોવી જોઈએ 
 • શહેરી વિસ્તારોમાં રહેતા કુટુંબની વાર્ષિક આવક 1 લાખ 50 હજાર કરતાં વધુ ન હોવી જોઈએ

યોજનામાં સહાયની રકમ

વિધવા મહિલા અને દર મહિને લાભાર્થીના પોસ્ટ /બેન્ક ખાતામાં સીધા DBT મારફતે 1250 રૂપિયા જમા કરવામાં આવે છે વિધવા સહાય મેળવતા લાભાર્થીનો અકસ્માતે મૃત્યુ થતા સરકારશ્રીની ગુજરાત સામુહિક જૂથ સહાય અકસ્માત વીમા યોજના અંતર્ગત વારસદારની રૂપિયા 1 લાખ મળવાપાત્ર છે વિધવા સહાય મેળવનાર 18 થી 40 વર્ષની તમામ મહિલાઓને ફરજિયાત પણે બે વર્ષમાં સરકાર માન્ય કોઈપણ ટ્રેડની તાલીમ મેળવવાની રહેશે

વિધવા સહાય યોજનાના ડોક્યુમેન્ટ 

 • પતિના મરણ નો દાખલો 
 • આધારકાર્ડ
 •  રેશનકાર્ડની નકલ 
 • આવક અંગેનો દાખલો 
 • વિધવા હોવા અંગે નો દાખલો
 •  પુનઃલગ્ન કરેલ નથી તે બાબતનું તલાટીનું પ્રમાણપત્ર 
 • અરજદારની ઉંમર અંગેના પુરાવા 
 • પાસપોર્ટ સાઇઝના બે ફોટા 
 • બેંક અથવા  પોસ્ટ પાસબુક

અરજી ફોર્મ ક્યાં અને કેવી રીતે ભરવું

ગુજરાત સરકાર દ્વારા વિધવા સહાય યોજના અન્વય ઓનલાઈન અરજીઓ બાબતની કામગીરી ગામ પંચાયત ખાતે ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે ગ્રામ પંચાયત ખાતે VCE પાસેથી ડિજિટલ ગુજરાત પોર્ટલ(Digital Gujarat Portal) પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે

 1. સૌપ્રથમ વિધવા સહાય યોજના ફોર્મ ની નકલ મેળવીને અરજી પર ગ્રામ પંચાયતના તલાટી પાસે સહી સિક્કા કરાવીને VCE ને આપવું
 2. ગ્રામ પંચાયતના VCE દ્વારા Digital Gujarat Portal પર ઓનલાઈન એન્ટ્રી કરવામાં આવશે

વિધવા સહાય યોજના હેલ્પલાઇન નંબર 18002335500

યોજના ચાલુ રાખવા માટેની શરતો

 1. વિધવા લાભાર્થીઓને દર વર્ષે જુલાઈ માસમાં તેમણે પુનઃલગ્ન કર્યા નથી તે અંગેનું તલાટીનું પ્રમાણપત્ર સંબંધિત મામલતદાર કચેરીમાં જમા કરાવવાનું રહેશે 
 2. વિધવા સહાય યોજનાનો લાભ ચાલુ રાખવા હેતુથી લાભાર્થીઓએ કુટુંબની આવક અંગેનું પ્રમાણપત્ર ત્રણ-ત્રણ વર્ષ છે જુલાઈ માસમાં જમા કરાવવાનું રહેશે

Leave a Comment