તાજેતરમાં નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત 17 કેડર માટે 4300 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં ગ્રુપ Aમાં હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત 18 પોસ્ટ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ગ્રુપ Bમાં જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ/ આસિસ્ટન્ટ ડેપો મેનેજર પોસ્ટ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ 20 કેડરની 4300 જગ્યાઓમાં ભરતી કરવામાં આવશે.
ફાઈનલ આન્સર કી અંગે મહત્વની માહિતી
મંડળે 25 મેના રોજ પરીક્ષાની રિસ્પોન્સ શીટ જાહેર કરવાની જાહેરાત કરી છે. સાંજે 6 વાગ્યાથી ઉમેદવારો તેમના પ્રશ્નપત્ર અને પસંદ કરેલા વિકલ્પો સાથેની રિસ્પોન્સ શીટ ડાઉનલોડ કરી શકશે. રિસ્પોન્સ શીટ ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરી શકશો:
GSSSB CCE આન્સર કી કેવી રીતે ડાઉનલોડ કરવી?
જે વિદ્યાર્થી મિત્રોની ગૌણ સેવાની CCE પરીક્ષા આપી છે અને તેઓ પોતાના ગુણની ચકાસણી કરવા માટે રીસ્પોન્સ સીટની રાહ જોઈને બેઠા છે તો હવે તેઓના પગલાનું અનુસરીને આ પરીક્ષાની આન્સર કી ડાઉનલોડ કરી શકશે.
- સૌપ્રથમ તમારે https://cdn3.digialm.com//EForms/configuredHtml/32791/88319/login.html આ લીંક ઉપર ક્લિક કરશો એટલે તમે એક ટેબ ઉપર જે લોગીન ફોર્મ હશે તેના પર પહોંચી જશો.
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના આ લોગીન ફોર્મ ની અંદર તમારે બે ખાના આપેલા છે સૌપ્રથમ જેમાં તમારે તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરવાની રહેશે.
- જન્મ તારીખ તમારે જે ફોર્મેટમાં દર્શાવેલ છે તે ફોર્મેટની પ્રમાણે દાખલ કરવાની રહેશે
- જન્મ તારીખ અને કન્ફર્મેશન નંબર દાખલ કર્યા પછી તમારે નીચેના ખાના ની અંદર કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે.
- ત્યારબાદ તમે લોગીન ઉપર ક્લિક કરશો એટલે એક નવું ટેબ ખુલશે જેની અંદર તમારો રોલ નંબર નામ અને કઈ તારીખે તમે પરીક્ષા આપેલ છે અને કઈ શિફ્ટમાં આપેલ છે તે માહિતી તમારી સામે આવી જશે
- એપ્લિકેશન ડિટેલ્સ ની બાજુમાં રિસ્પોન્સ સીટ કરીને ઓપ્શન આવશે તેના પર ક્લિક કરશો એટલે ત્યાં તમને ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો એવો ઓપ્શન આવશે તેના પર ક્લિક કરો
ભરતીની માહિતી
આ ભરતીમાં કુલ 5554 જગ્યાઓ પર ગ્રુપ A અને ગ્રુપ Bમાં ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે, જેમાં ગ્રુપ Aમાં 1926 અને ગ્રુપ Bમાં 3628 જગ્યાઓ છે.
આ પરીક્ષામાં 66 ટકા ઉમેદવારો હાજર રહ્યા હતા.
પરીક્ષા ફી મા કરાયો વધારો
જોકે અઅજ રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી ભરતી માટેની પરીક્ષા ફીમાં તોંતિંગ વધારો કરવામાં આવ્યો હતો. સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉમેદવારોની ફીમાં 4 ગણો વધારો કરવામાં આવ્યો છે, અત્યાર સુધીમાં પરીક્ષા માટે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ઓનલાઈન ફી 100 રૂપિયાની હતી તેને વધારીને હવે 500 રૂપિયા કરવામાં આવી છે. જ્યારે અનામત વર્ગના ઉમેદવારો માટેની ફીમાં પણ 400 રૂપિયા કરવામાં આવી છે
OJASની વેબસાટ પર ઓનલાઈન અરજી કરવાની
OJAS BHARTI 2024: ની (ojas.gujarat.gov.in)વેબસાટ પર ઓનલાઈન અરજી તારીખ 4 જાન્યુઆરી 2023થી શરૂ થશે અને જે તારીખ 31 જાન્યુઆરી 2023 સુધી કરી શકાશે. આશરે 22 કેડરમાં કુલ 4300 જગ્યા માટે અરજી મંગાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો એક તબક્કામાં MCQ પ્રકારના પ્રશ્નોવાળી CBRT સ્પાર્ધાત્મક પરીક્ષા ઉમેદવારે આપવાની રહેશે.
ઉમેદવારે ઓનલાઇન ફોર્મ ભરવા માટેના સ્ટેપ
(૧) સૌ પ્રથમ “https://ojas.gujarat.gov.in” વેબસાઈટ પર જવું. અને ત્યાર બાદ
(ર) “On line Application” માં Apply પર click કરવું અને GSSSB સિલેકટ કરવું.
(૩) ઉમેદવારે જાહેરાત ક્રમાંક:- ૨૨૬/૨૦૨૩૨૪ ના સંવર્ગની જાહેરાત માટે ઉમેદવારી કરવા માટે
જાહેરાતના સંવર્ગના નામ પર click કરી Apply પર ક્લિક કરવું. ત્યાર બાદ સ્ક્રીન પર More Details અને Apply now ના ઓપ્શન ખુલશે. જેમાં More Details પર Click કરવાથી વિગતવાર જાહેરાતની વિગતો જોવા મળશે. જે ઉમેદવારોએ વાંચી જવી.
(૪) જયારે “Apply now” પર click કરવાથી નવી વિન્ડો ખુલશે. જેમાં “Skip” પર ક્લિક
કરવાથી Application Format ખુલશે જેમાં સૌ પ્રથમ “Personal Details” ઉમેદવારે ભરવી. (અહીં લાલ ફુંદડી (*) નિશાની હોય તેની વિગતો ફરજિયાત ભરવાની રહેશે.)
(૫) Personal Details ભરાયા બાદ “Educational Details” ભરવાની રહેશે.
(૬) ત્યાર બાદ “Assurance” (બાંહેધરી) માં દર્શાવેલ શરતો સ્વીકારવા માટે “Yes” Select કરવું. હવે અરજી પૂર્ણ રીતે ભરાઈ ગયેલ છે.
(૭) હવે “save” પર click કરવાથી ઉમેદવારનો “Application Number” generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.
(૮) હવે Upload Photograph પર Click કરો અહીં તમારો application number type
કરો અને તમારી Birth date type કરો. ત્યારબાદ ok પર click કરવું. અહીં photo અને signature upload કરવાના છે. (Photo નું માપ ૫ સે.મી. ઉંચાઈ અને ૩.૬ સે.મી. પહોળાઈ અને signature નું માપ ૨.૫ સે.મી. ઉંચાઈ અને ૭.૫ સે.મી. પહોળાઈ રાખવી.)