ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પોસ્ટ માટે ભરતીની જાહેરાત

તાજેતરમાં નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત 17 કેડર માટે 4300 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં ગ્રુપ Aમાં હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત 18 પોસ્ટ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ગ્રુપ Bમાં જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ/ આસિસ્ટન્ટ ડેપો મેનેજર પોસ્ટ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ 20 કેડરની 4300 જગ્યાઓમાં ભરતી કરવામાં આવશે.

પરીક્ષા ફી મા કરાયો વધારો
જોકે અઅજ રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી ભરતી માટેની પરીક્ષા ફીમાં તોંતિંગ વધારો કરવામાં આવ્યો હતો. સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉમેદવારોની ફીમાં 4 ગણો વધારો કરવામાં આવ્યો છે, અત્યાર સુધીમાં પરીક્ષા માટે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ઓનલાઈન ફી 100 રૂપિયાની હતી તેને વધારીને હવે 500 રૂપિયા કરવામાં આવી છે. જ્યારે અનામત વર્ગના ઉમેદવારો માટેની ફીમાં પણ 400 રૂપિયા કરવામાં આવી છે

OJASની વેબસાટ પર ઓનલાઈન અરજી કરવાની
OJAS BHARTI 2024: ની (ojas.gujarat.gov.in)વેબસાટ પર ઓનલાઈન અરજી તારીખ 4 જાન્યુઆરી 2023થી શરૂ થશે અને જે તારીખ 31 જાન્યુઆરી 2023 સુધી કરી શકાશે. આશરે 22 કેડરમાં કુલ 4300 જગ્યા માટે અરજી મંગાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો એક તબક્કામાં MCQ પ્રકારના પ્રશ્નોવાળી CBRT સ્પાર્ધાત્મક પરીક્ષા ઉમેદવારે આપવાની રહેશે.

ઉમેદવારે ઓનલાઇન ફોર્મ ભરવા માટેના સ્ટેપ
(૧) સૌ પ્રથમ “https://ojas.gujarat.gov.in” વેબસાઈટ પર જવું. અને ત્યાર બાદ
(ર) “On line Application” માં Apply પર click કરવું અને GSSSB સિલેકટ કરવું.
(૩) ઉમેદવારે જાહેરાત ક્રમાંક:- ૨૨૬/૨૦૨૩૨૪ ના સંવર્ગની જાહેરાત માટે ઉમેદવારી કરવા માટે
જાહેરાતના સંવર્ગના નામ પર click કરી Apply પર ક્લિક કરવું. ત્યાર બાદ સ્ક્રીન પર More Details અને Apply now ના ઓપ્શન ખુલશે. જેમાં More Details પર Click કરવાથી વિગતવાર જાહેરાતની વિગતો જોવા મળશે. જે ઉમેદવારોએ વાંચી જવી.
(૪) જયારે “Apply now” પર click કરવાથી નવી વિન્ડો ખુલશે. જેમાં “Skip” પર ક્લિક
કરવાથી Application Format ખુલશે જેમાં સૌ પ્રથમ “Personal Details” ઉમેદવારે ભરવી. (અહીં લાલ ફુંદડી (*) નિશાની હોય તેની વિગતો ફરજિયાત ભરવાની રહેશે.)
(૫) Personal Details ભરાયા બાદ “Educational Details” ભરવાની રહેશે.
(૬) ત્યાર બાદ “Assurance” (બાંહેધરી) માં દર્શાવેલ શરતો સ્વીકારવા માટે “Yes” Select કરવું. હવે અરજી પૂર્ણ રીતે ભરાઈ ગયેલ છે.
(૭) હવે “save” પર click કરવાથી ઉમેદવારનો “Application Number” generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.
(૮) હવે Upload Photograph પર Click કરો અહીં તમારો application number type
કરો અને તમારી Birth date type કરો. ત્યારબાદ ok પર click કરવું. અહીં photo અને signature upload કરવાના છે. (Photo નું માપ ૫ સે.મી. ઉંચાઈ અને ૩.૬ સે.મી. પહોળાઈ અને signature નું માપ ૨.૫ સે.મી. ઉંચાઈ અને ૭.૫ સે.મી. પહોળાઈ રાખવી.)

Leave a Comment