આજથી આઈપીએલની 17મી સીઝનનો પ્રારંભ થશે. પહેલી મેચ ગત્ત ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આજની મેચ ખુબ જ રોમાંચક હશે. બીસીસીઆઈ તરફથી હાલમાં 21 મેચનું શેડ્યુલની જાહેરાત કરી છે. ત્યારબાદ બોર્ડ ટુંક સમયમાં બીજા શેડ્યુલની જાહેરાત કરશે
ક્યારે, ક્યાંથી અને કેવી રીતે જોઇ શકશો લાઇવ સ્ટ્રીમિંગ અને બ્રૉડકાસ્ટ…..
તમે Jio સિનેમા પર IPL 2024 સિઝનની મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો. હિન્દી અને અંગ્રેજી ઉપરાંત તમે Jio સિનેમા પર અન્ય ભાષાઓમાં મેચનો આનંદ માણી શકશો. આ માટે ચાહકોએ સબસ્ક્રિપ્શન લેવું પડશે નહીં, એટલે કે પૈસા ચૂકવવા પડશે નહીં. વળી, આ સિઝનમાં તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર મેચનું જીવંત પ્રસારણ જોઈ શકશો. મેચો ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યે શરૂ થશે. આ સિવાય સાંજે 7.30 વાગ્યાથી મેચો રમાશે.
આઈપીએલ 2024ને જિયો સિનેમા પર મફતમાં લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. આ કારણે આઈપીએલ લાઇવ સ્ટ્રીમિંગ ગેમ પુરી રીતે બદલી ગઇ છે. આ વર્ષે ક્રિકેટ પ્રશંસકોને આઈપીએલ 2024ની લાઇવ સ્ટ્રીમનો ઉપયોગ કરવા માટે ઓટીટી સબ્સક્રિપ્શન પર પૈસા ખર્ચ કરવા પડશે નહીં. કારણ કે બધી મેચો અલ્ટ્રા એચડીમાં અંગ્રેજી, તમિલ, હિન્દી, તેલુગુ, મરાઠી, ગુજરાતી, બંગાળી અને ભોજપુરી સહિત 12 ભાષાઓમાં મફત ઉપલબ્ધ થશે. જિયો સિનેમા આ સિઝનમાં મફતમાં મલ્ટી કેમ ફિચર આપવાનો પણ દાવો કરે છે
લાઈવ સ્ટ્રીમિંગ માટે જિયો સિનેમા એપ પર
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આ વર્ષ આઈપીએલ ચેમ્પિયનને કેટલા પૈસા મળશે તેની હજુ સુધી પુષ્ટિ કરી નથી, પરંતુ ગત્ત વર્ષની વિજેતા ટીમને 20 કરોડ રુપિયા આપ્યા હતા. જ્યારે રનરઅપને 13 કરોડ રુપિયા મળ્યા હતા.આઈપીએલ 2024ની 17મી સીઝનની ટીવી પર સ્ટ્રીમિંગ સ્પોર્ટસ નેટવર્કની તમામ ચેનલ પર કરવામાં આવશે. તેમજ લાઈવ સ્ટ્રીમિંગ માટે જિયો સિનેમા એપ પર જઈ મેચ જોઈ શકો છો
Jio cenema જિયો સિનેમા યૂઝર્સ 12 અલગ-અલગ ભાષાઓમાં મેચ જોઇ શકશે
જિયો સિનેમા યૂઝર્સ 12 અલગ-અલગ ભાષાઓમાં મેચ જોઇ શકશે. જેમાં અંગ્રેજી, તમિલ, હિન્દી, તેલુગુ, મરાઠી, ગુજરાતી, બંગાળી અને ભોજપુરી સામેલ છે. કોમેન્ટ્સ અને આંકડા પણ તે જ ભાષાની પસંદ પ્રમાણે બદલાઇ જશે. મલ્ટી કેમેરા એંગલ સિવાય જિયો સિનેમા યુઝર્સને ફોન પર સ્કોર અને પિચ હીટ મેપ્સ જેવા આંકડા જોવાની સુવિધા પણ મળશે.