Heat Wave: ગરમીમાં લૂ લાગવા (હીટવેવ) થી બચવાના ઉપાય

હજુ તો ઉનાળાની શરૂઆત થઇ છે. ત્યાં જ લોકોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડે છે. ઉનાળાની સીઝનમાં લોકોને લુ લાગવાની સમસ્યામાં વધારો થાય છે.લુ લાગવાના કારણે વ્યક્તિને ઉલટી થતા શરીરમાં પાણીની માત્રા ઘટી જાય છે. લોકો લુ થી બચવા અનેક તરકીબો અપનાવતા હોય છે.

Oplus_131072

લૂ ક્યારે લાગે ? બપોરે ૧૧ વાગ્યા પછી તાપ પ્રખર થતો હોય છે. તેનાથી વાતાવરણ એકદમ ગરમ થાય છે અને પવન પણ ગરમ (વરાળની માફક) વહેતો હોય છે. આ પવન જ્યારે કોઈપણ અબાલ-વૃધ્ધ વ્યક્તિને સ્પર્શે અને શ્વાસોચ્છવાસથી શરીરની અંદર પ્રવેશ કરે એ ઉષ્ણવાયુથી શરીરની સાતેય ધાતુ ગરમ થઇ જાય. જેમ કે, ઘરમાં મૂકેલા તાંબા-પિત્તળ આદિના વાસણ છાંયડામાં હોવા છતાં ગરમ થઇ જાય, તદવત્ શરીરની ધાતુઓ ગરમ થાય છે. કોઈ વ્યક્તિ બહાર ન નીકળે અને ઘરમાં છાંયડામાં બેઠો હોય છતાં બહારથી આવતો ગરમ પવન એને સ્પર્શી જાય તો પણ લૂ લાગે છે. સમગ્ર દિવસ દરમ્યાન ગરમ થયેલો પવન ક્યારેક તો રાત્રે ૧૧ વાગતા સુધી પણ ગરમ જ હોય છે. એટલે ત્યાં સુધી લૂ લાગવાનો સમય ગણાય. એકદમ ઠંડકમાંથી ઉષ્ણતામાં બહાર નીકળવું. જેમકે, એરકંડીશન-આધુનિક શીતયંત્રમાં બેસવા પછી બહાર નીકળતાની સાથે તરત જ લૂ લાગે છે.

  • લૂ લાગવા (હીટવેવ) ના લક્ષણો
  • માથું દુઃખવું, પગની પીંડીઓમાં દુઃખાવો થવો.
  • શરીરનું તાપમાન વધી જવું.
  • ખુબ તરસ લાગવી.
  • શરીરમાંથી પાણી ઓછું થઇ જવું.
  • ઉલ્ટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા.
  • બેભાન થઇ જવું.
  • સુધ-બુધ ગુમાવી દેવી (Confusion).
  • અતિગંભીર કિસ્સામાં ખેંચ આવવી.

લૂ’થી કેવી રીતે બચી શકાય?
લૂ’ લાગવી તે હીટ સ્ટ્રોક જેવી પરિસ્થિતિ છે, તાત્કાલિક ઈલાજ કરાવવામાં ના આવે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. લૂ’થી કેવી રીતે બચી શકાય તે અંગે અહીંયા કેટલાક જરૂરી ઉપાય જણાવવામાં આવ્યા છે.

  • લુ થી બચવાના ઉપાયો જાણોઃ
  • વધારે માત્રામાં પાણી પીવું
  • કાચી કેરીનું સેવન કરવું
  • છાશનું સેવન વધુ કરવું
  • આંબલીનું સેવન કરવું
  • લીલા નાળિયેરનું સેવન કરવું
  • ડુંગળીનું સેવન કરવું
  • લીંબુ શરબત પીવું

કાળઝાળ ગરમીમાં શું ન કરવું?

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર…

  • જો તમે કામ ના હોય તો તડકામાં બહાર ના જાઓ, તેનાથી લૂ લાગી શકે છે.
  • બપોરના સમયે વધારે પડતું મહેનતવાળું કામ ના કરવું
  • જો તમે બપોરે 12 થી 3 વાગ્યા સુધી ઘરની બહાર ના નીકળો તો સારું રહેશે.
  • આલ્કોહોલ, ચા, કોફી અને સોફ્ટ ડ્રિંક્સ ના પીવો.
  • તડકામાં પાર્ક કરેલી કારની અંદર બાળકો કે પાલતુ પ્રાણીઓને ના છોડો.
  • ડાર્ક કલર, સિન્થેટિક અને ટાઇટ કપડાં પહેરીને તડકામાં ના જવું.

લૂ લાગવા પર શું ના કરવું?
ડો.મેધાવી અગ્રવાલના જણાવ્યા અનુસાર…

  • જો કોઈ વ્યક્તિ બેભાન હોય કે ઉલ્ટી થતી હોય તો તેને પીવા માટે કંઈપણ આપવું નહીં.
  • શરીરનું તાપમાન ઓછું કરવા માટે મન ફાવે તેવી દવા ના આપો.
  • દર્દીને એવા રૂમમાં ના રાખો કે, જ્યાં સીધો સૂર્યપ્રકાશ હોય.
  • એસી રૂમમાંથી ઉઠીને સીધા તડકામાં ના જવું.
  • તડકામાંથી આવીને તરત જ હાથ અને મોઢું ધોઈ ના લો

લૂ લાગવા (Heat Wave)ની અસર જણાઈ તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.

નોંધ: Heat Wave માહિતી અમને વિવિધ સોશિયલ મીડિયા દ્વારા મળેલ છે તેથી હીટ વેવ દરમ્યાન શું શું કાળજી લેવી તેની માહિતી તમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી દવાખાના અથવા સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા લેખ અવશ્ય વાંચી લેવા.

Leave a Comment