ધોરણ 10-12 ની ડુપ્લીકેટ માર્કશીટ હવેથી ઘરે બેઠા મેળવો, જુઓ સંપૂર્ણ માહિતી

ધોરણ 10-12 ની ડુપ્લીકેટ માર્કશીટ હવેથી ઘરે બેઠા મેળવો, જુઓ સંપૂર્ણ માહિતી | GSEB ધોરણ-10 (SSC) અને ધોરણ-12 (HSC) ડુપ્લિકેટ માર્કશીટ ઑનલાઇન કેવી રીતે મેળવવી ?

ધોરણ 10-12 ની ડુપ્લીકેટ માર્કશીટ હવેથી ઘરે બેઠા મેળવો : ધોરણ 10 અને 12 ની માર્કશીટ અથવા કોઈપ્રમાણપત્ર ખોવાઇ ગયેલ હોય તો હવેથી ઓનલાઇન મેળવી શકાશે. વર્ષ 1952 થી અત્યાર સુધીના બધા જ પ્રમાણપત્ર ઓનલાઇન મુકી દેવામાં આવ્યા છે. ધોરણ 10/12 ડુપ્લીકેટ માર્કશીટ/પ્રમાણપત્ર, માઇગ્રેશન અને સમકક્ષતા પ્રમાણપત્ર

 

ધોરણ 10-12 ડુપ્લીકેટ માર્કશીટ ઓનલાઈન

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નો વર્ષ 1952 થી વર્ષ 2019 અને ધોરણ 12નો વર્ષ 1978 થી 2019 સુધીના પરિણાના રેકોર્ડ રજીસ્ટર સ્વરૂપમાં નિભાવવામાં આવેલ છે. બોર્ડની કચરીમાં વિદ્યાર્થી સેવાકેન્દ્ર ખાતેથી આ રેકોર્ડના આધારે વિદ્યાર્થીને ધોરણ 10-12ની ડુપ્લીકેટ માર્કશીટ / પ્રમાણપત્ર, ધોરણ 10-12 પાસ વિદ્યાર્થીને માઈગ્રેશન આપવામાં આવતા હતા, જે માટે વિદ્યાર્થીને કચેરીનું ફોર્મ ભરી શાળાના આચાર્યના સહી / સિક્કા કરાવી બોર્ડની કચેરીએ રૂબરૂ આવવાનું હતું,

ધોરણ 10-12 માઈગ્રેશન સર્ટિફિકેટ ઓનલાઈન

ગુજરાતના જુદા – જુદા જીલ્લાઓમાંથી વર્ષ દરમ્યાન ઘણા વિદ્યાર્થીઓ ઉપરોક્ત પ્રમાણપત્રો લેવા ગાંધીનગર આવતા હતા જેમાં તેમના સમય અને નાણાનો વ્યય થતો હતો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, દ્વારા અત્યાર સુધીના વર્ષોના ધોરણ 10-12 ના 5,00,00,000 જેટલા વિદ્યાર્થીઓના પરિણામના રેકર્ડનું ડિજિટલાઇઝેશન કરી દેવામાં આવ્યું છે. આ રેકર્ડ ડિજિટલાઇઝેશન અને વિદ્યાર્થીઓને આપવામાં આવતા પ્રમાણપત્રો ઓનલાઈન પ્રક્રિયાનું ઉદઘાટન માનનીય શિક્ષણમંત્રીશ્રી, ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે તા. 17-02-2022ના રોજ કરવામાં આવ્યું હતું.

સ્ટેપ-1: સૌથી પહેલા તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં www.gsebeservice.com સાઈટ પર જાઓ.

સ્ટેપ-2: પછી મેનુ વિભાગમાં સ્ટુડન્ટ્સ ટેબ શોધો

સ્ટેપ-3: પછી તેમાં સ્ટુડન્ટ ઓનલાઈન સર્વિસ ટેબ શોધો.

સ્ટેપ-4: જો તમે SSC ડુપ્લિકેટ માર્કશીટ મેળવવા માંગતા હો, તો “SSC/HSC ડુપ્લિકેટ માર્કશીટ/સર્ટિફિકેટ” શોધો.

પગલું-5: જો તમે HSC ડુપ્લિકેટ માર્કશીટ મેળવવા માંગતા હોવ તો તેમાં “10મી ડુપ્લિકેટ માર્કશીટ/સર્ટિફિકેટ” મેળવો.

સ્ટેપ-6: રજીસ્ટર ટેબ પર ક્લિક કરો.

પગલું-7: પછી તમારી મૂળભૂત વિગતો ભરો અને તેના પર નોંધણી કરો.

સ્ટેપ-8: પછી તમારા મોબાઈલ નંબરથી લોગ ઈન કરો. અને SSC અથવા HSC ડુપ્લિકેટ માર્કશીટ માટે પાસવર્ડ લાગુ કરો

ડુપ્લીકેટ માર્કશીટ મેળવવા અરજી કરો અહીં ક્લિક કરો
માઈગ્રેશન સર્ટિફિકેટ મમતે અરજી કરો અહીં ક્લિક કરો
હોમ પેજ જાઓ અહીં ક્લિક કરો


ડુપ્લિકેટ માર્કશીટ માટે અરજી ફી કેટલી છે?

1. ડુપ્લિકેટ માર્કશીટ ફી રૂ. 50/-

2. સ્થળાંતર પ્રમાણપત્ર: રૂ. 100/-

3. સમૃદ્ધિ પ્રમાણપત્ર: રૂ. 200/-

4. સ્પીડ પોસ્ટ ફી: રૂ. 50/- રૂ.

Leave a Comment