આધાર કાર્ડ સુધારો ઘરબેઠા 2 જ મિનિટમાં મોબાઈલથી @myaadhaar.uidai.gov.in

આધાર કાર્ડ સુધારો ઘરબેઠા 2 જ મિનિટમાં મોબાઈલથી @myaadhaar.uidai.gov.in | Update Adharcard online 

 શું તમારે આધાર કાર્ડ માં સુધારો કરવો છે? હવે તમે ઘરે બેઠા Aadhar Card માં સુધારો કરી શકો છો. ઓનલાઇન તમારી જાતે આધારકાર્ડ માં સુધારો તમારું નામ, એડ્રેસ, જન્મ તારીખ, જાતિ વગેરે. Aadhaar Card ની સત્તાવાર વેબસાઇટ uidai.gov.in પર જઈને ઘરે બેઠા ઓનલાઇન સુધારો કરો.


આધાર કાર્ડ નો ઉપયોગ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે થાય છે. જેમાં સાચી માહિતી હોવી ખૂબ જ જરૂરી છે. હવે તમારે આધાર કાર્ડ સુધારણા કરાવવા માટે આધાર કાર્ડ ઓફિસમાં લાઇનમાં ઉભા રહેવાની જરૂર નથી. તમે તમારા મોબાઈલ કે લેપટોપથી પણ આધાર કાર્ડમાં ફેરફાર કરી શકો છો. આ માટે, તમારે સત્તાવાર UIDAI uidai.gov.in પર જવું પડશે અને આધાર સુધારણા પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.

આધાર કાર્ડમાં ઓનલાઇન સરનામું બદલો

હાલના સમયમાં ગામડાના લોકો શહેરમાં રહેવા જાય અથવા લોકો બીજા સ્થળે જાય આવા સંજોગોમાં તમે આધારકાર્ડમાં ઓનલાઈન સરનામું સુધારો કરી શકો છો, તમે સરનામું ઓનલાઈન અથવા ઓફલાઈન બંને રીતે સુધારી શકો છે.

આધાર કાર્ડમાં ઓનલાઇન નામ સુધારો

જયારે આધાર કાર્ડ કઢાવતી વખતે નામમાં ભૂલ રહી ગી હોય તો તમે હવે આધારકાર્ડમાં નામ સુધારો કરો ઓનલાઈન જ તમારા મોબાઈલ વડે જ, ફક્ત નાના સુધારા જ થઇ શકશે.

આધાર કાર્ડમાં ઓનલાઈન જન્મ તારીખ સુધારો

આધાર કાર્ડ કઢાવતી વખતે જો તમારી જન્મ તારીખમાં ભૂલ હોય તો હવે તમે આધારકાર્ડમાં જન્મ તારીખ ઓનલાઈન સુધારો શકો છો મોબાઈલ વડે જ ઘર બેઠા

આ પણ જાણો :ઓનલાઇન પાન કાર્ડ કઢાવો અહીંથી

આધારકાર્ડ સુધારવા વધારા કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ

આધારકાર્ડમાં સરનામું સુધારવા માટે / આધારકાર્ડ નામ સુધારવા માટે (Aadhar Card Update at home)

  • પાસપોર્ટ
  • રેશનકાર્ડ
  • ચૂંટણીકાર્ડ
  • ડ્રાઈવિંગ લાયસન્સ
  • PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી / સેવા ઓળખ કાર્ડ
  • પેન્શનર કાર્ડ / સ્વતંત્રતા સેનાની કાર્ડ
  • કિસાન પાસબુક
  • રાજ્ય / કેન્દ્ર / PSUs દ્વારા ફોટા સાથે જારી કરાયેલ CGHS / ECHS / ESIC / મેડીકલ ક્લેમ કાર્ડ.
  • વિકલાંગતા ID કાર્ડ
  • વીજ બિલ
  • પાણી બિલ
  • ટેલીફોન લેન્ડલાઈનબિલ
  • પ્રોપર્ટી ટેક્સ રસીદ
  • વીમા પોલીસી
  • અન્ય પ્રૂફ

આ પણ જુઓ : તમારા ગામનો HD નકશો મેળવો અહીંથી

આધારકાર્ડ જન્મ તારીખ સુધારવા માટે

  • જન્મ પ્રમાણપત્ર
  • પાસપોર્ટ
  • પાનકાર્ડ
  • કોઈપણ સરકારી બોર્ડ અથવા યુનિવર્સીટી દ્વારા જારી કરાયેલ માર્કશીટ
  • DOB ધરાવતા PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી / ફોટો ઓળખ કાર્ડ
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
સત્તાવાર વેબ સાઈટ https://myaadhaar.uidai.gov.in/
આધાર કાર્ડ સુધારો ઘરબેઠા અહિયાં ક્લિક કરો
હોમ પેજ પર જાઓ અહિયાં ક્લિક કરો

આધાર કાર્ડ સુધારો ઘરબેઠા ઓનલાઈન કઈ રીતે કરશો? (સ્ટેપ પ્રમાણે માહિતી)

  • Step-1 સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જાઓ : https://myaadhaar.uidai.gov.in
  • Step-2 Login મેનુ બટન પર ક્લિક કરો.
  • Step-3 આધાર કાર્ડ નંબર અને કેપ્ચા કોર્ડ નાખો.
  • Step-4 Send OTP બટન પર ક્લિક કરો.
  • Step-5 આધાર કાર્ડ સાથે રજીસ્ટ્રેડ થયેલ મોબાઈલ નંબર પર OTP જશે.
  • Step-6 6 અંકનો OTP લખો અને Login બટન પર ક્લિક કરો.
  • Step-7 હવે Update Aadhaar Online વિકલ્પ આપ્યો હશે તેના પર ક્લિક કરો.
  • Step-8 હવે તમે આધાર કાર્ડમાં 5 સુધારા કરી શકશો તે દેખાડશે.
  • Step-9 તેમાંથી એક વિકલ્પ પસંદ કરીએ – આધારકાર્ડમાં ઓનલાઈન સરનામું બદલો.
  • Step-10 ઓપ્શન સિલેક્ટ કર્યા પછી Process to Update Aadhaar બટન પર ક્લિક કરો.
  • Step-11 તમારે તમારા નવા સરનામાં માટે માહિતી લખવાની રહેશે.
  • Step-12 પ્રૂફ તરીકે દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે જે ઉપર મુજબ કોઈ પણ એક રહેશે.
  • Step-13 હવે ફોર્મ સબમિટ કરી દયો.  
ફોર્મ ભર્યા પછી તમારી અરજીની ચકાસણી કરવામાં આવશે. વેરીફીકેશન પછી આધારકાર્ડમાં સરનામું બદલાશે

Leave a Comment