સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે માહિતી

 સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 | સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે માહિતી | સુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યુલેટર | સુકન્યા સમૃદ્ધિ યોજના ની માહિતી | સુકન્યા સમૃદ્ધિ યોજના 2024| સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 ફોર્મ ડાઉનલોડ | |Sukanya Samriddhi Yojana 2024

સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે માહિતી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી, 2015માં સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી હતી. તેનાથી હવે દેશની દરેક બાળકીનું ભવિષ્ય સુરક્ષિત બન્યું છે. દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત એક અકાઉન્ટ ખોલવામાં આવે છે. આ અકાઉન્ટ ખોલાવવું એકદમ સરળ છે. સામાન્ય રીતે PPF અકાઉન્ટ ખુલે છે, ત્યાં એટલે કે બૅન્ક કે પોસ્ટ ઑફિસમાં દીકરીના નામે ખાતું ખોલાવી શકો છો. આ યોજના બાળકીઓના ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્ય માટે બનાવવામાં આવી છે. જેનાથી તેમનું પૂરું શિક્ષણ અને 18 વર્ષની થાય ત્યારે લગ્નના ખર્ચની વ્યવસ્થા સુનિશ્ચિત થઈ શકે છે. આ યોજનાં બાળકીઓ અને તેમના માતા-પિતાને નાણાંકીય સુરક્ષા પ્રદાન કરવા માટે લાગુ કરવામાં આવી છે. જેમાં ઓછા રોકાણે વધુ વ્યાજ દરની વ્યવસ્થા કરવામાં આવી છે.

દિકરી સાંપનો ભારો નહી પરંતુ વહાલનો દરિયો હોય છે. આને ખરા અર્થમાં સાર્થક ઠેરવવા કેન્દ્ર સરકારે કમર કસી છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેટી બચાવો અભિયાનને સમર્થન આપવા માટે સુકન્યા સમૃધ્ધિ યોજના અમલમાં મુકી છે. જે દીકરીઓ માટે ભેટ સમાન સાબિત થશે.

કોણ-કોણ આ યોજનાનો લાભ લઈ શકે?

પરિવારમાં દીકરીના જન્મનાં પહેલાં દસ વર્ષમાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ તેમનું ખાતું ખોલાવવું અનિવાર્ય છે. ખાતાધારક ભારતીય નાગરિક હોવા જોઈએ અને ખાતું માત્ર દીકરીના નામે જ ખોલાવી શકાય છે.

સિંગલ પૅરન્ટ અથવા કાયદેસરનાં માતા-પિતા દીકરીનાં નામે બે ખાતાં ખોલાવી શકે છે. અપવાદરૂપ કિસ્સામાં જ કેટલીક છૂટ આપવામાં આવે છે.

આ યોજના માટે 250 રૂપિયા જમા કરાવીને ખાતું ખોલાવી શકાય છે. એ પછી પ્રત્યેક વર્ષે તેમાં દોઢ લાખ રૂપિયા સુધી જમા કરાવી શકાય છે.

ખાતું ખોલાવ્યા પછીનાં 15 વર્ષ સુધી ક્યારેય ચૂક્યા વિના ખાતામાં પૈસા જમા કરાવતા રહેવું જરૂરી છે. એકાઉન્ટ ખોલ્યાનાં 21 વર્ષ પછી યોજનાની મુદ્દત પૂર્ણ થશે ત્યારે ખાતેદારને જમા થયેલાં નાણાં તમામ લાભ સાથે મળશે.

સુકન્યા સમૃદ્ધિ યોજના નું બેંકમાં ખાતું ખોલાવવા માટે ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે? Sukanya samriddhi yojana Document

  • બાળકી નું જન્મ પ્રમાણપત્ર
  • માતા-પિતા વાલીનો સરનામાનો પુરાવો
  • માતા પિતા વાલીનું ઓળખનો પુરાવો
  • બાળક અને માતા પિતા વાલીના ત્રણ ફોટા
  • પાનકાર્ડ અને માતા-પિતા વાલીની આધાર કાર્ડ ની ઝેરોક્ષ

કેવી રીતે ખોલશો ખાતું?

તમે તમારા નજીકના પોસ્ટઓફિસમાં જાવ અને ત્યાં જઇને સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ફોર્મ ભરો. તે સિવાય તમે ઇન્ટરનેટ કે ઇન્ડિયા પોસ્ટની વેબસાઇટથી પણ આ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. દીકરીનો ફોટોગ્રાફ લવાગીને ફોર્મ ભરો અને તેને પોસ્ટ ઓફિસમાં જમા કરાવો. બની શકે કે અમુક આંતરિળાય પોસ્ટ ઓફિસના અધિકારી તમને આવી કોઇ સ્કીમ નથી તેવું પણ કહે. તો થોડી રાહ જુઓ આ યોજનાને ત્યાં પહોંચવા દો.

ફોર્મ ભરી તેની પર યોગ્ય હસ્તાક્ષર કરો. .

પોતાનું આઇ ડી અને એડ્રેસ પ્રુફની ફોટોકોપી અટેચ કરો દિકરીનું જન્મ પ્રમાણ પત્રની કોપી પણ જોડો.

પોતાના અને પોતાની પુત્રીના બે-બે પાસપોર્ટ સાઇઝ ફોટો લગાવો.

તમે સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતાને બેંકમાં પણ ખોલી શકો છો. ફોર્મ ડાઉનલોડ કરો. (જાણો કંઇ કંઇ બેંકમાં ખોલાવી શકો છો સુકન્યા સમૃદ્ધિ ખાતું)

સુકન્યા સમૃદ્ધિ યોજના ફોર્મ Sbi ડાઉનલોડ કરો અહીં ક્લિક કરો
સુકન્યા સમૃદ્ધિ યોજના ફોર્મ પોસ્ટ ઓફિસ ડાઉનલોડ કરો અહીં ક્લિક કરો
Sukanya-Samriddhi-Account-Excel-calculator Download
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કર

સુકન્યા સમૃદ્ધિ યોજના ના ફાયદાઓ Sukanya samriddhi yojana Benefits

સરકાર સૌથી વધારે વ્યાજ દર પી.પી.એફ એકાઉન્ટમાં આપતી હોય છે જે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પી.પી.એફ એકાઉન્ટ થી વધારે વ્યાજ દર આપે છે

ભારત સરકાર વાર્ષિક ધોરણે વ્યાજ દરની જાહેરાત કરશે એટલે કે દર વર્ષે અલગ વ્યાજ દર હોઈ શકે છે

બાળકી ની ઉંમર 18 વર્ષની થાય ત્યારે ૫૦ ટકા સુધીની આંશિક ઉપાડ ની સુવિધા અને ૨૧ વર્ષની ઉંમર બાદ ખાતું બંધ કરી શકાય છે

કલમ ૮૦-સી અંતર્ગત income tax માંથી કર રાહતનો લાભ મેળવી શકાય છે

બાળકીના મૃત્યુના કિસ્સામાં એકાઉન્ટ બંધ થઈ જશે અને બેલેન્સ ની રકમ ઉપાડેલ વ્યાજની સાથે માતા-પિતા અથવા કાનૂની વાલીને ચૂકવવામાં આવશે

Leave a Comment