રોજગાર ભરતી મેળો ગાંધીનગર ૨૦૨૩
ગાંધીનગર જીલ્લા રોજગાર કચેરી દ્વારા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળો માણસા અને દહેગામ તાલુકામાં યોજવામાં આવી રહ્યો છે. યુવાનોને રોજગારીની તકો તેના કારણે મળશે.
જીલ્લા રોજગાર વિનિમય કચેરી, મોડલ કેરિયર સેન્ટર ગાંધીનગર દ્વારા તા. ૨૬ એપ્રિલ ના રોજ તખતપુરા કોમ્યુનિટી હોલ, તખતપુરા રોડ, તિજોરી કચેરી માણસા, જિ.ગાંધીનગર ખાતે આ મેળો યોજાશે,
સવારે ૧૦:૩૦ કલાકે તથા ૨૮ એપ્રિલના રોજ મહાસુખલાલની વાડી, બરફની ફેક્ટરી પાસે, ભારત પેટ્રોલપંપ સામે, તા.દહેગામ જિ. ગાંધીનગર ખાતે સવારે ૧૦:૩૦ કલાકે ઔદ્યોગિક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં સ્વરોજગાર લક્ષી યોજનાઓની માહિતીનો લાભ લઇ શકાશે.
જેમાં ધોરણ-૧૦ અને ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએશન, આઈ.ટી.આઈ તમામ ટ્રેડ અને ડીપ્લોમાં કરેલ ઉમેદવારો ભાગ લઇ શકશે. રોજગારવાન્છું યુવાનો વિવિધ રોજગારીની તકોથી વંચિત ન રહે તથા નોકરીદાતાઓને રોજગાર કચેરી દ્વારા સતત કુશળ માનવબળ પ્રાપ્ત થઇ શકે તે હેતુસર રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરોક્ત યોજાનાર રોજગાર ભરતીમેળામાં જીલ્લાના તમામ રોજગારવાન્છું ઉમેદવારોને મોટી સંખ્યામાં ભાગ લેવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી ગાંધીનગર દ્વારા જણાવવામાં આવે છે.
ગાંધીનગર જીલ્લા રોજગાર કચેરી દ્વારા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળો માણસા અને દહેગામ તાલુકામાં યોજવામાં આવી રહ્યો છે. યુવાનોને રોજગારીની તકો તેના કારણે મળશે.
રોજગાર ભરતી મેળો ગાંધીનગર FAQ
રોજગાર ભરતી મેળાની તારીખ કઈ છે?
છેલ્લી તારીખ: 28/04/2023
રોજગાર ભરતી મેળાની લાયકાત?
આઈટીઆઈ તમામ ટ્રેડ