અનુબંધમ રોજગાર પોર્ટલ 2023, મેળવો તમારા જિલ્લાની નોકરીની માહિતી @anubandham.gujarat.gov.in

 અનુબંધમ રોજગાર પોર્ટલ 2023, મેળવો તમારા જિલ્લાની નોકરીની માહિતી @anubandham.gujarat.gov.in |Anubandham Rojgar Portal | અનુબંધમ એપ | અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન

Anubandham Gujarat Portal: શું તમે નોકરીની શોધથી કંટાળી ગયા છો અને બેરોજગાર છો? શું તમને એવું પ્લેટફોર્મ જોઈએ છે જે તમને નોકરીની તકો સાથે સરળતાથી જોડે? ગુજરાત સરકારે તાજેતરમાં રાજ્યના બેરોજગાર યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવા અનુબંધમ પોર્ટલ શરૂ કર્યું છે. આ પોર્ટલ એમ્પ્લોયર અને નોકરી શોધનારા બંને માટે એક સામાન્ય પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. ચાલો અનુબંધમ પોર્ટલ પર નજીકથી નજર કરીએ અને તે તમને નોકરી શોધવામાં કેવી રીતે મદદ કરી શકે છે.


ગુજરાત અનુબંધમ પોર્ટલના ઉદ્દેશ્યો

અનુબંધમ પોર્ટલ શરૂ કરવાનો ગુજરાત રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય બેરોજગાર યુવાનોને તેમની લાયકાત અનુસાર રોજગારીની તકો પૂરી પાડીને રાજ્યમાં બેરોજગારીની સમસ્યામાં ઘટાડો કરવાનો છે. આ પોર્ટલનો હેતુ નોકરી શોધનારાઓને આત્મનિર્ભર બનાવવાનો અને વિવિધ એમ્પ્લોયરોને તેમની જરૂરિયાતો અનુસાર કર્મચારીઓની ભરતી કરવા સક્ષમ બનાવવાનો પણ છે. આ પોર્ટલ નોકરીદાતાઓ અને નોકરી શોધનારા બંને માટે એક સામાન્ય પ્લેટફોર્મ તરીકે કામ કરશે.

અનુબંધમ જોબ મેળવવા ઈચ્છતા ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું સ્ટેપ બાય સ્ટેપ માહિતી

State Job Portal ઉપર રાજયના નોકરી મેળવવા ઈચ્છતા નવયુવાનો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. Anubandham Gujarat login કેવી રીતે બનાવી શકાય. તે નીચે મુજબ જાણી શકીશું.

  • સૌપ્રથમ Google માં “Anubandham Portal” ટાઈપ કરવું.
  • ત્યારબાદ અનુબંધમ પોર્ટલ પર “Register” બટન પર ક્લિક કરવું.
  • જેમાં નોકરી મેળવવા ઈચ્છતા હોય તો “Job Seeker” સિલેક્ટ કરવાનું રહેશે.
  • ત્યારબાદ ઉમેદવારે પોતાની Email Id અથવા Mobile Number નાખીને OTP દ્વારા વેરિફાઈ કરવાનું રહેશે.
  • OTP વેરીફાઈ થયા બાદ ઉમેદવારે પોતાની Basic, Unique ID વગેરે થોડીક પ્રાથમિક માહિતી ભરવાની રહેશે.
  • ત્યારબાદ નોકરી મેળવવા માંગતા ઉમેદવારોએ 6 પ્રકારની માહિતી ઓનલાઈન ભરવાની રહેશે, જેમ કે Personal Information, Communication Detail, Education & Training, Employment Detail, physical attributes અને Job Preference વિગતો ભરવાની રહેશે.
  • ત્યારબાદ “Sign Up” કરીને ઉમેદવારની પૂરી માહિતી ભરવાની રહેશે.

અનુબંધમ વેબ પોર્ટલ રજીસ્ટ્રેશન- જરૂરી દસ્તાવેજો

નીચે મુજબ આપેલા છે. આ પ્રમાણપત્રો ફફ્ત Online Registration માટે જરૂર છે.

  • મોબાઈલ નંબર.
  • Email Id.
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો.
  • આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઈસન્‍સ, પાસપોર્ટ વગેરેમાંથી (કોઈપણ એક).
  • લાયકાતની માર્કશીટ.
  • અનુભવની વિગત દર્શાવતું પ્રમાણપત્ર.

અનુબંધમ લોગીન પેજ : અહીં ક્લિક કરો

અનુબંધમ ઓફિશ્યિલ વેબસાઈટ : https://anubandham.gujarat.gov.in/home

અનુબંધમ ગુજરાત હેલ્પલાઇન

Office Address:- Block No.1,3  3rd Floor, Dr. Jivraj Mehta Bhavan, Old Secretariat, Gandhinagar, Gujarat -382010

અનુબંધમ પોર્ટલ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કઈ રીતે કરશો?

Directorate of Employment & Training અને શ્રમ અને રોજગાર દ્વારા બનાવેલ ‘અનુબંધમ એપ્લિકેશન” બનાવવામાં આવેલ છે. જેનો ઉપયોગ નોકરીદાતા અને નોકરી મેળવનાર બન્ને સરળતાથી કરી શકે છે. પરંતુ આ એપ્લિકેશનનો ઉપયોગ કરતા પહેલાં ઉમેદવારોને ફક્ત એકવાર Desktop દ્વારા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.આ Anubandham Mobile Application ને Google Play Store માંથી વિનામૂલ્યે Download કરી શકાશે. આ એપ્લિકેશનના શું ફાયદા છે તે મુજબ છે.

અનુબંધમ પોર્ટલ લાભ

અનુબંધમ મોબાઈલ એપ્લિકેશન અને વેબ પોર્ટલ દ્વારા ઘણા બધા ફાયદા થશે. આ પોર્ટલ દ્વારા નોકરીદાતા અને નોકરી લેનાર બન્નને એકદમ સંપર્ક કરવામાં એકદમ સરળતા રહે છે. આ ઉપરાંત અન્ય કયા કયા લાભો થાય તે નીચે મુજબ છે.

  • રાજયના નવયુવાનોને નોકરી મેળવવા માટે આ પોર્ટલ ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન ઘરે બેઠા કરી શકશે.
  • રજીસ્ટ્રેશન અને કરિયર કાઉન્‍સેલિંગ માટે Rojgar Kacheri સુધી જવાની જરૂર નથી, માત્ર અનુબંધમ એપ્લિકેશન દ્વારા પોતાના મોબાઈલ દ્વારા મેળવી શકશે.
  • ઓટોમેચમેકિંગ, સ્કીલ બેઇઝ મેચમેકિંગ, શેડ્યુલ મેનેજમેન્‍ટ અને અન્ય ફીચર્સ દ્વારા યુવાનો રોજગાર મેળવી શકશે.
  • ક્વિક સર્ચ અને ફિલ્ટરની સુવિધાથી સ્કીલ્ડ યુવાનો કોઈપણ જીલ્લામાં પોતાના નોકરી મેળવી શકશે.
  • ઉમેદવારની લાયકાત અનુસાર રોજગારીની તકોનું મેચીંગ કરી શકાય છે.
  • અનુબંધમ પોર્ટલ દ્વારા રજીસ્ટ્રેશન કરવા માટે કચેરી સુધી જવામાંથી મુકિત મળશે.
  • આ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા રોજગાર વાંચ્છુકો પોતાની કારકિર્દી વિશે સચોટ માહિતી મેળવી શકે છે.
  • આ પોર્ટલ દ્વારા નોકરીના સ્થળના ઈન્‍ટરવ્યુહ વિશેની માહિતી પોતાના મોબાઈલ દ્વારા મેળવી શકે છે.
  • Anubandham Portal દ્વારા નોકરીદાતાઓને વિવિધ જાહેરાતો પાછળ ખર્ચમાંથી મુક્તિ મળશે.
  • Job Provider આ પોર્ટલ દ્વારા વિશાળ ડેઝાબેઝ પ્રાપ્ત થશે, જેથી સારા કર્મચારીઓની ભરતી કરી શકશે.
  • નોકરીદાતાઓ ઓનલાઈન કે ઓફલાઈન ઈન્‍ટરવ્યુહ યોજી શકે છે.
  • રોજગારદાતાઓ ઓનલાઈન નોંધણી દ્વારા પોતાના વ્યવસાયમાં રહેલી ખાલી જગ્યાઓની માહિતી અનુબંધમ પોર્ટલ પર ભરી શકે છે.
  • Job Provider નોકરી મેળા યોજી પોતાની જરૂરિયાત મુજબના કુશળતા મેળવેલ યુવાનોની પસંદગી કરી શકશે.
  • Dashboard ના માધ્યમ દ્વારા નોકરીદાતા અને નોકરી મેળવનાર વચ્ચે એકબીજાની પ્રોફાઈલ અને માહિતી સરળતાથી મળશે.

Leave a Comment