બંદર ઉપર લગાવતા સિગ્નલ નો અર્થ સમજીએ 1 થી 12 નમ્બરના સિગ્નલની વિસ્તૃત માહિતી | Meaning of the signal applied to the port
હવામાન વિભાગ ની આગાહી મુજબ ગુજરાત પર આવનારા દિવસોમાં બિપોરજોય નામના વાવાઝોડાનો ખતરો વનરાઈ રહ્યો છે. જેની મુખ્ય અસર ગુજરાતના પશ્ચિમ ભાગ દરિયાકાંઠાના વિસ્તારોમાં પર થઈ શકે છે વાવાઝોડાની સ્થિતિ જોતા કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા કિનારાના વિસ્તારોમાં યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વાવાઝોડાની સ્થિતિ ચકાસતા બંદર ઉપર લગાવવામાં આવતા સિગ્નલ નો અર્થ શું તમે જાણો છો જો નથી જાણતા તો અહીં અમે વિવિધ સિગ્નલ નો અર્થ શું થાય તેની માહિતી તમારી સાથે શેર કરીશું જેમાં ખાસ કરીને 1 થી 12 નંબરના સિગ્નલ લગાવવામાં હોય છે આ સિગ્નલો ની માહિતી દ્વારા તમે દરિયામાં આવતા વાવાઝોડા અંગે ની આગાહી માહિતી મેળવી શકો છો જેમ કે પવનની ઝડપ ના આધારે અલગ અલગ સિગ્નલ લગાવવામાં આવશે અને દરિયામાં રહેલી બોટ, મચ્છુઆરો ને આ સિગ્નલ ની મદદથી ખબર પડે કે દરિયો કેટલો ગાડોતુર બનશે.
બંદર ઉપર લગવામાં આવેતા સિગ્નલ શું સૂચવે છે જેની વિસ્તારથી સમજ મેળવીએ
- 1 નંબરનું સિગ્નલ: વાવાઝોડાની ચેતવણી આપતું હોય છે.
- 2 નંબરનું સિગ્નલ: વાવાઝોડું સક્રિય થતાં માછીમારોને દરિયામાં વાવાઝોડાનો સામનો કરવો પડી શકે છે તે સૂચિત કરે છે
- 3 નંબરનું સિગ્નલ: સપાટીવાળી હવાને પગલે બંદર પર ભય દેખાડે છે.
- 4 નંબરનું સિગ્નલ: બંદર ભયમાં છે એવું પરંતુ સાવચેતીનાં પગલા લેવા પડે એટલો ભય જણાઇ રહ્યો નથી.
- 5 નંબરનું સિગ્નલ: સામાન્ય વાવાઝોડું દક્ષિણના કિનારા ઓળંગી બંદરમાં ભારે હવા ફૂંકાવાનો સંકેત આપે છે.
- 6 નંબરનું સિગ્નલ: સામાન્ય વાવાઝોડું ઉત્તરના કિનારા ઓળંગી બંદરમાં ભારે હવાના અનુભવનો સંકેત આપે છે.
- 7 નંબરનું સિગ્નલ: સામાન્ય વાવાઝોડું બંદર ઉપરથી પસાર થાય અને ભારે તોફાની પવન ચાલી શકે છે.
- 8 નંબરનું સિગ્નલ: ભારે વાવાઝોડું બંદરને ક્રોસ કરી શકે જેથી તોફાની હવાના સંકેતો આપે છે.
- 9 નંબરનું સિગ્નલ: જોરદાર વાવાઝોડું ઉત્તર દિશાથી કિનારો ક્રોસ કરીને બંદર ઉપર તોફાની હવાનો અનુભવ કરાવે ત્યારે લગાડવામાં આવે છે
- 10-નંબરનું સિગ્નલ: ભારે જોરવાળું વાવાઝોડું બંદરની ઉપર થઈને પસાર થવાની શક્યતા છે. આથી બંદરને ભારે તોફાની હવાનો અનુભવ થવાની શક્યતા છે
- 11-નંબરનું સિગ્નલ: ખુબ ખરાબ હવામાનનો અનુભવ, અત્યંત ભયજનક ગણાય.
- 12 નમ્બરનું સિગ્નલ:જ્યારે તોફાની પવનની ઝડપ 119 થી 220 કિલોમીટર ની હોય ત્યારે બંદર ઉપર 12 નંબરનું સિગ્નલ લગાડવામાં આવે છે.
અગત્યની લિન્ક
બિપોરજોય વાવાઝોડા નું લાઈવ સ્ટેટ્સ | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
વોટસએપ ગ્રૂપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
આપને જણાવી દઈએ કે ગુજરાત(Gujarat) પર બિપરજોય(Biparjoy) વાવાઝોડાનું સંકટ ઘેરાયું છે. જેમાં વાવાઝોડું 4 કિ.મી.ની ઝડપે ઉત્તર તરફ આગળ વધી ચક્રવાતમાં ફેરવાયું છે. જેના પગલે ગુજરાતના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તેમજ વાવાઝોડાને કારણે ચોમાસાના પ્રવેશ પર અસર પડી શકે છે.