વિશ્વકર્મા યોજના ગુજરાત 2024-25, ઓનલાઈન અરજી,ફોર્મ, પાત્રતા, લાભાર્થી

 વિશ્વકર્મા યોજના ગુજરાત 2024-25, ઓનલાઈન અરજી,ફોર્મ, પાત્રતા, લાભાર્થી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમના જન્મદિવસ પીએમ વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવી છે. આ પીએમ વિશ્વકર્મા યોજના હસ્ત કારીગીરો માટે શરૂ કરાઇ છે. આ પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ સરકાર કારીગરોને આપવામાં આવતી લોન પર 8 ટકા સુધીની સબસિડી આપશે. આ યોજના હેઠળ કારગર 3 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે, તે પણ માત્ર 5 ટકાના રાહત દરે. આ યોજનામાં સુથાર, સુવર્ણકાર, લુહાર, મિસ્ત્રી, પથ્થર શિલ્પકારો, વાળંદ અને નાવિક સાથે સંબંધિત 18 ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ અંતર્ગત સરકાર 3 લાખ રૂપિયા સુધીની લોન આપશે. શરૂઆતમાં 1 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે અને 18 મહિના સુધી ચૂકવણી કર્યા પછી, લાભાર્થી 2 લાખ રૂપિયાની વધારાની લોન માટે પાત્ર બનશે. પીએમ વિશ્વકર્મા યોજનામા વ્યાજ દર માત્ર 5 ટકા જ રહેશે. પીએમ વિશ્વકર્મા લોન માટે કોણ અરજી કરી શકશે, શરતો, અરજી કરવાની રીત સહિત તમામ વિગતો જાણો

 

પીએમ વિશ્વકર્મા યોજના માટે કોણ અરજી કરી શકશે? (Who can Apply For PM Vishwakarma Scheme)

 • સુથાર
 • લુહાર
 • સુવર્ણકાર-સોની
 • મિસ્ત્રી
 • વાળંદ
 • માળી
 • ધોબી
 • દરજી
 • તાળાં બનાવનાર
 • હથિયાર બનાવનાર
 • શિલ્પકારો, પથ્થર કોતરનાર
 • પથ્થર તોડનારા
 • મોચી
 • બોટ/હોડી બનાવનાર
 • ટોપલી/સાદડી/સાવરણી બનાવનાર
 • ઢીંગલી અને રમકડા બનાવનાર
 • હથોડી અને ટૂલકીટ ઉત્પાદક
 • ફિશિંગ નેટ બનાવનાર

PM વિશ્વકર્મા યોજનામાં અરજી કરતી વખતે આ દસ્તાવેજોની જરૂર પડશે:

 • આધાર કાર્ડ
 • ઓળખપત્ર
 • સરનામાનો પુરાવો
 • જાતિ પ્રમાણપત્ર
 • મોબાઇલ નંબર
 • પાસપોર્ટ સાઇઝનો ફોટોI
 • બેંક ખાતાની પાસબુક
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 2023 લાભો :
નોંધણી પછી લાભાર્થીને પીએમ વિશ્વકર્મા પ્રમાણપત્ર અને આઈડી મળશે. કાર્ડ
કૌશલ્યની ચકાસણી બાદ લાભાર્થીઓને રૂપિયા 15000/-ની કિંમતની ટૂલકીટનો લાભ
રૂપિયા 500/- સ્ટાઈપેન્ડ સાથે મૂળભૂત કૌશલ્ય તાલીમ
તાલીમ પછી 18 મહિનાના સમયગાળા માટે લાભાર્થીને રૂપિયા 10,000/- સુધીની કોલેટરલ ફ્રી લોન

પ્રથમ લોન પૂર્ણ થયા બાદ સ્ટાઈપેન્ડ સાથે એડવાન્સ કૌશલ્ય તાલીમ 30 મહિનાના સમયગાળા માટે રૂપિયા 200000/- સુધીની બીજી લોન

100 (માસિક) વ્યવહારો માટે ડિજિટલ ટ્રાન્ઝેક્શન દીઠ રૂપિયા 1/- ના દરે પ્રોત્સાહનો અને અન્ય લાભો

કેવી રીતે અરજી કરી શકો?

જો તમે ઉપર આપેલ યાદી મુજબ પાત્ર છો, તો તમે તેના માટે અરજી કરી શકો છો. આ માટે તમારે તમારા નજીકના જનસેવા કેન્દ્ર પર જવું પડશે. કેન્દ્ર પર હાજર અધિકારી તમારી યોગ્યતા તપાસશે અને અરજી પ્રક્રિયા પૂર્ણ કરશે.

મહતવપૂર્ણ લિંક :

પીએમ વિશ્વકર્મા યોજના માટે કસ્ટમર કેર હેલ્પલાઇન નંબર આ મુજબ છે.

18002677777

17923

011-23061574

Leave a Comment