2024 માં ભારતીય ક્રિકેટ ક્રિકેટ ટીમનો સંપૂર્ણ કાર્યક્રમ

આ ટીમો સામે સીરિઝ રમશે ભારતીય ટીમ

ફેબ્રુઆરી 2024માં આવો રહેશે ટીમ ઈન્ડિયાનો કાર્યક્રમ
ફેબ્રુઆરી 2024માં ભારતીય ટીમના કાર્યક્રમની વાત કરીએ તો તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચની ટેસ્ટ સિરીઝનો બીજો મુકાબલો 2થી 6 ફેબ્રુઆરી વિશાખાપટ્ટનમમાં રમવાનો છે. ત્યારબાદ સિરીઝની ત્રીજી ટેસ્ટ 15થી 19 ફેબ્રુઆરી રાજકોટમાં રમાશે, જ્યારે આ મહિનાના અંતમાં ભારતીય ટીમ 23થી 27 ફેબ્રુઆરી વચ્ચે રાંચીમાં ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ રમશે.

ભારતીય ટીમ T20 World Cup 2024 પછી ઇંગ્લેન્ડ, શ્રીલંકા, બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સાથે સીરિઝ રમશે. હાલ ભારતીય ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ 3 જાન્યુઆરીના રોજ રમાનાર છે. આ ટેસ્ટ સીરિઝ પછી ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે 3 મેચની T20I સીરિઝ રમશે.

જાન્યુઆરીમાં ભારતીય ટીમનો કાર્યક્રમ
જાન્યુઆરી 2024માં ભારતીય ટીમે કેપટાઉનમાં આફ્રિકા સામે 3થી 7 જાન્યુઆરી વચ્ચે ટેસ્ટ મેચ રમવાની છે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા ઘરે પરત આવશે, જ્યાં તેણે અફઘાનિસ્તાન સામે 3 મેચની ટી20 સિરીઝ રમવાની છે. જેનો પ્રથમ મુકાબલો 11 જાન્યુઆરીએ મોહાલીમાં રમાશે. ત્યારબાદ 17 અને 17 જાન્યુઆરીએ ઈન્દોર અને બેંગલોરમાં સિરીઝની બીજી અને ત્રીજી ટેસ્ટ રમાશે. આ સિરીઝ સમાપ્ત થયા બાદ ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે, જેની પ્રથમ મેચ 25થી 29 જાન્યુઆરી સુધી હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાશે

તારીખવિરોધી ટીમ/ટૂર્નામેન્ટયજમાનમુકાબલા
જાન્યુઆરી 3-7, 2024દક્ષિણ આફ્રિકાદક્ષિણ આફ્રિકાબીજી ટેસ્ટ મેચ
11 થી 17 જાન્યુઆરીઅફઘાનિસ્તાનભારત3 મેચની T20 શ્રેણી
25 જાન્યુઆરીથી 11 માર્ચઈંગ્લેન્ડભારત5 ટેસ્ટ શ્રેણી
4 થી 30 જૂનICC ટી-20 વર્લ્ડ કપવેસ્ટ ઈન્ડીઝ/અમેરિકાટી-20
જુલાઈ (તારીખો હજુ જાહેર કરવાની બાકી છે)શ્રીલંકાશ્રીલંકા3 ODI, 3 T20 શ્રેણી
સપ્ટેમ્બર (તારીખો હજુ જાહેર કરવાની બાકી છે)બાંગ્લાદેશભારત2 ટેસ્ટ, 3 T20 શ્રેણી
ઓક્ટોબર (તારીખો હજુ જાહેર કરવાની બાકી છે)ન્યૂઝીલેન્ડભારત3 ટેસ્ટ શ્રેણી
નવેમ્બર-ડિસેમ્બર (તારીખો હજુ જાહેર કરવાની બાકી છે)ઓસ્ટ્રેલિયાઓસ્ટ્રેલિયા5 ટેસ્ટ શ્રેણી
2024 માટે ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ શેડ્યૂલ:-
3 થી 7 જાન્યુઆરી -Vs દક્ષિણ આફ્રિકા, બીજી ટેસ્ટ મેચ, કેપ ટાઉન
11 થી 17 જાન્યુઆરી- Vs અફઘાનિસ્તાન, 3 મેચની T20 શ્રેણી, (ઘરઆંગણે)
25 જાન્યુઆરીથી 11 માર્ચ -Vs ઇંગ્લેન્ડ, 5 ટેસ્ટ મેચની શ્રેણી, (ઘરઆંગણે)
માર્ચથી લઈને મેના અંત સુધી IPL 2024 સીઝન
4 જૂનથી 30 જૂન – ICC T20 વર્લ્ડ કપ, અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ (યજમાન)
જુલાઈ – Vs શ્રીલંકા, 3 ODI અને 3 T20
સપ્ટેમ્બર – Vs બાંગ્લાદેશ, 2 ટેસ્ટ અને 3 T20, (ઘરઆંગણે)
ઓક્ટોબર -Vs ન્યુઝીલેન્ડ, 3 ટેસ્ટ, (ઘરઆંગણે)
નવેમ્બર અને ડિસેમ્બર – Vs ઓસ્ટ્રેલિયા, 5 ટેસ્ટ મેચની શ્રેણી

Leave a Comment