શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા લાઈવ અપડેટ |

 22 જાન્યુઆરી ભગવાન રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ :અયોધ્યામાં શ્રીરામના પ્રાણપ્રતિષ્ઠા માટેના સમારોહનો તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે, રોશનીના જગમાટ વચ્ચે મંદિર પ્રાંગણ સજાવાયું છે, પરિસર તૈયાર છે, 140 કરોડ ભારતીયોની નજર અયોધ્યા પર છે. 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠા કરાશે, ભગવાન મંદિરમાં બિરાજમાન થશે. જોકે આ સમારોહ પહેલા આવતીકાલથી અનુષ્ઠાન સહિતના કાર્યક્રમોનો શુભારંભ થશે. પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે આવતીકાલ 16 જાન્યુઆરીથી ધાર્મિક વિધિ શરૂ થશે. મંગળવારથી લઈને સોમવાર સુધી રોજ વિશેષ ધાર્મિક વિધિ યોજાશે, જેની તમામ માહિતી સામે આવી છે. સ્પષ્ટ જણાવીએ તો, આજે રામલલાની પ્રાણપ્રતિષ્ઠા વિધિનો શુભારંભ થશે અને ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થશે.

અયોધ્યા રામ મંદિરમાં થી ધાર્મિક વિધિનો શુભારંભ થશે

રામજન્મ ભૂમિ ટ્રસ્ટ દ્વારા પ્રાણપ્રતિષ્ઠા પહેલા 7 દિવસ સુધી યોજાનાર ધાર્મિક કાર્યક્રમોની માહિતી અપાઈ છે. 16 જાન્યુઆરીએ પ્રાયશ્ચિત અને કર્મકુટી પૂજા સાથે આયોજનનો શુભારંભ થશે. 17 જાન્યુઆરીએ મંદિરમાં મૂર્તિનો પ્રવેશ થશે. ત્યારબાદ દરરોજ ધાર્મિક વિધિઓ થશે, જેમાં જળ, ઔષધિ, ઘી, અનાજ, ફૂલ વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ 22 જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠા યોજાશે. 

પ્રાણપ્રતિષ્ઠા અગાઉ સંસ્કારોની ઔપચારિક પ્રક્રિયા 16 જાન્યુઆરીથી શરૂ થશે અને 21 જાન્યુઆરી-2024 સુધી યોજાશે.

  • 16 જાન્યુઆરી : પ્રાયશ્ચિત અને કર્મકુટી પૂજા
  • 17 જાન્યુઆરી : મૂર્તિનો પરિસરમાં પ્રવેશ
  • 18 જાન્યુઆરી (સાંજે) : તીર્થ પૂજા, જળ યાત્રા અને ગંધાધિવાસ
  • 19 જાન્યુઆરી (સવાર) : ઔષધિધિવાસ, કેસરાધિવાસ, ધૃતધિવાસ
  • 19 જાન્યુઆરી (સાંજ) : ધાન્યધિવાસ
  • 20 જાન્યુઆરી (સવાર) : શર્કરાધિવાસ, ફલાધિવાસ
  • 20 જાન્યુઆરી (સાંજે) : પુષ્પાધિવાસ
  • 21 જાન્યુઆરી (સવાર) : મધ્યાધિવાસ
  • 21 જાન્યુઆરી (સાંજે) : શૈયાધીવાસ

22 જાન્યુઆરી 2024ના રોજ જ પ્રાણ-પ્રતિષ્ઠા કેમ?

કામેશ્વર ચૌપાલે જણાવ્યું હતું કે હિંદુ પરંપરામાં ગૃહ પ્રવેશ ઉત્તમ યોગમાં જ થાય છે. રામમંદિર માટે હિંદુઓએ લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો છે. 22 જાન્યુઆરીએ ઉત્તમ યોગના કારણે નવનિર્મિત રામ મંદિરના ગર્ભગૃહમાં પ્રાણ-પ્રતિષ્ઠા માટે તેની પસંદગી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભગવાન શ્રી રામનો જન્મ અભિજિત યોગમાં થયો હતો. અન્ય તિથિઓની સરખામણીએ આ યોગ 22 જાન્યુઆરીએ લાંબા સમય સુધી ચાલશે. આ જ કારણ છે કે આ તિથિ પ્રાણપ્રતિષ્ઠા માટે સૌથી યોગ્ય માનવામાં આવી છે.

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં ભગવાન રામનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. ભક્તો પ્રભુ શ્રીરામના દર્શન માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમ પહેલા રામલલાના મુખારવિંદની પ્રથમ તસવીર સામે આવી છે. નાગર શૈલીમાં બનેલા રામ મંદિરમાં સ્થાપિત રામલલાની મૂર્તિ ખૂબ જ સુંદર છે. જેમાં ભગવાન રામના બાળ સ્વરૂપની સાથે મહાવિષ્ણુ અને તેમના દશાવતારના પણ દર્શન થશે. આખી પ્રતિમા કાળા રંગના એક જ શાલીગ્રામ પથ્થરની બનેલી છે અને રામલલા ધનુષ અને બાણ સાથે બાળ સ્વરૂપમાં બિરાજમાન છે. 51 ઈંચ ઉંચાઈની મૂર્તિના ગર્ભગૃહમાં દશાવતાર પણ કોતરવામાં આવ્યો છે. ટોચ પર મધ્યમાં મહાવિષ્ણુ છે, ત્યારબાદ મત્સ્ય, કુર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કિ અવતાર છે. તેમજ પ્રતિમામાં હાજર વીર હનુમાન અને ગણેશજીના પણ દર્શન થશે.

પ્રાણ પ્રતિષ્ઠા લાઈવ નિહાળો અહીંથી 

IMPORTANT LINK

👉અયોધ્યાથી સીધું પ્રસારણ (લાઈવ) જુઓ અહીથી (ગુજરાતીમાં) TV 9 ગુજરાતીઝી ૨૪ કલાક

👉अयोध्या से लाइव देखे (હિન્દી માં) आज तक न्यूज १८ 

👉Live on India today (ઈંગ્લીશ માં)

અયોધ્યાના રામ મંદિરમાંથી ભગવાન રામની ભવ્ય પ્રતિમાનો ચહેરો સામે આવ્યો છે. જીવનના અભિષેક પહેલા ભગવાન રામના ચહેરાનું દિવ્ય ચિત્ર સામે આવ્યું છે. ભગવાનની મૂર્તિ જોવામાં અલૌકિક અને દિવ્ય છે. જ્યારે ભગવાનના ચહેરાની તસવીર બહાર પાડવામાં આવી ત્યારે લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા.

ભવ્ય રામ મંદિરમાં ક્યારથી કરી શકાશે દર્શન?

કામેશ્વર ચૌપાલે ઑપઇન્ડિયાને જણાવ્યું છે કે 25 જાન્યુઆરી, 2024થી સામાન્ય લોકો પણ ભવ્ય રામમંદિરમાં ભગવાનના દર્શન કરી શકશે. જોકે ગર્ભગૃહમાં કઈ મૂર્તિની સ્થાપના કરવામાં આવશે તે અંગે હજુ નિર્ણય લેવાયો નથી. ત્રણ અલગ અલગ પ્રતિમાઓનું નિર્માણ થઇ રહ્યું છે. તેવી જ રીતે પ્રાણપ્રતિષ્ઠા કોના નિર્દેશનમાં થશે અને કોણ યજમાન બનશે તે અંગે હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી.

Leave a Comment