ગુજરાત પોલીસમાં 12472 જગ્યા માટે ભરતીની જાહેરાત 2024 જાણો સંપૂર્ણ વિગત

પોલીસ ભરતી 2024| LRD ભરતી 2024 | પોલીસ ભરતી સિલેબસ| SRP ભરતી નોટીફિકેશ | પોલીસ ભરતી ઓનલાઈન એપ્લાય |

રાજ્યમાં પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાઓ માટે સારા સમાચાર આવ્યા છે. ચૂંટણી પહેલા ગુજરાતમાં ધડાધડ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, જેમાં આજે રાજ્ય સરકાર એક મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં પોલીસ વિભાગમાં સૌથી મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. આ માટે 12 હજારથી વધુ જગ્યા પર ભરતી કરવામાં આવશે. જેના અંગેની માહિતી પોલીસ ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવી છે. આ માટેના ફોર્મથી લઈ વધુ માહિતી આગામી દિવસમાં જાહેર કરવામાં આવશે. જેની તમામ અપડેટ અમે તમારા સુધી પહોંચાડીશું

પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી અંગેની તમામ સૂચનાઓ (જાહેરાત)અને ઓનલાઇન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. આ તમામ સૂચનાઓ (જાહેરાત) કાળજીપૂર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરનારા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

PSI ભરતી માટે લેખિત પરીક્ષાનો સિલેબસ
પહેલા શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની બે કલાકની અને 100 ગુણની પ્રિલીમ પરીક્ષા (MCQ TEST) લેવામાં આવતી હતી અને આ પ્રિલીમ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો પૈકી ભરતીની જગ્યાના ત્રણ ગણા મેરીટોરીયસ ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવા દેવામાં આવતા હતા અને મુખ્ય પરીક્ષા પેપર-1(ગુજરાતી), પેપર-૨(અંગ્રેજી), પેપર-૩(સામાન્ય જ્ઞાન) તથા પેપર-4 (લીગલ મેટર્સ) દરેકના 100 ગુણ એમ કુલ-400 ગુણની MCQ Test હતી. હવે કુલ-3૦૦ ગુણની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. જેમાં બે પેપર રહેશે. પેપર-1 (GENERAL STUDIES (MCQ)) 0૩ કલાકનું અને 200 ગુણનું રહેશે તથા પેપર-2 (GUJARATI & ENGLISH LANGUAGE SKILL DESCRIPTIVE) 03 કલાકનું અને 100 ગુણનું રહેશે.

LRD અને PSI સદર્ભે અરજી સ્વીકારવાની શરૂઆત તારીખ 4 એપ્રિલ 2024થી થશે. https://ojas.gujarat.gov.in આ વેબસાઈટ પર અરજી કરી શકાશે. અરજી કરવાની તારીખે વેબસાઈટ પર પબ્લિશ કરાશે. LRD માટે ધોરણ 12 પાસ અને PSI માટે ગ્રેજ્યુએટ હોવું જરુરી છે. LRDમાં પહેલા ફિઝિકલ પરીક્ષા, ફિઝિકલ ઉતીર્ણ થનાર ઉમેદવારને 200 માર્ક્સની MCQ પરીક્ષા આપવાની રહેશે. તેમાં CBRTની સંભાવના છે. 200 માર્ક્સની પરીક્ષા માટે 180 મિનિટનો સમય આપવામાં આવશે.

પોલીસ ભરતીની ઓફિસિયલ નોટીફિકેશન

પોલીસ ભરતી નો સિલેબસ અને નવા નિયમો

ઓનલાઈન અરજીની શું છે પ્રક્રિયા?

પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી અંગેની તમામ સુચનાઓ અને ઓનલાઇન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે. આ તમામ સુચનાઓ કાળજીપુર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

Leave a Comment