નમો શ્રી યોજના 2024: સગર્ભા સ્ત્રીઓ ને મળશે 12,000 ની સહાય અહીથી જાણો સંપૂર્ણ માહિતી

સગર્ભાવસ્થા દરમ્યાન માતાને પોષણયુકત આહાર તથા જરૂરી પ્રમાણમાં સુક્ષ્મ પોષકતત્વો આપી માતા અને બાળ મૃત્યુ દર ઘટાડી શકાય તે હેતુથી રાજ્ય સરકારશ્રી દ્વારા વર્ષ: ૨૦૦૯માં કસ્તુરબા પોષણ સહાય યોજના અમલમાં મૂકેલ. જેમાં સગર્ભા બહેનોને પ્રસુતિ દરમ્યાન રૂ! ૬૦૦૦/- ની સહાય તબક્કાવાર પુરી પાડવામાં આવે છે.

આ યોજના ઉપરાંત ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY) અમલમાં મૂકેલ છે. PMMVY યોજના અંતર્ગત પ્રથમ સગર્ભા વખતે રૂા.૫૦૦૦/- અને દ્રિતિય સગર્ભા વખતે પુત્રીનો જન્મ થાય તો રૂા.૬૦૦૦/- ની સહાય આપવામાં આવે છે.

જનની સુરક્ષા યોજના અને કસ્તુરબા પોષણ સહાય યોજના અંતર્ગત રાજયના ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિની સગર્ભા માતાઓને લાભ આપવામાં આવે છે. જ્યારે ભારત સરકારની PMMVY યોજનામાં ઉક્ત ત્રણ કેટેગરી ઉપરાંત દિવ્યાંગતા ધરાવતા બહેનો, PMJAYના લાભાર્થી, e-shram કાર્ડ ધરાવતી મહિલાઓ, કિશાન સન્માન નીધી હેઠળનાં મહિલા ખેડુતો, મનરેગા જોબ કાર્ડ ઘરાવતી મહિલાઓ, કૌટુંબિક વાર્ષિક આવક રૂા. ૮ લાખ કરતા ઓછી આવક ધરાવતી મહિલાઓ, સગર્ભા અને સ્તનપાન કરાવતી AWWs/ AWHs/ ASHAs, કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કોઇપણ અન્ય શ્રેણી તથા NFSA કાર્ડ હોલ્ડર વિગેરે તેવી કુલ ૧૧ કેટેગરીમાં સમાવિષ્ટ સગર્ભા બહેનોને સહાય આપવામાં આવે છે.

નમો શ્રી યોજનાનો ઉદ્દેશ્ય
એક અંદાજ મુજબ ગુજરાતમાં દર વર્ષે આશરે 12 લાખ નવજાત બાળકો નો જન્મ થાય છે. જેમાંથી ઘણા બાળકો ને પોષણ ન મળવાના કારણે તેમનું મૃત્યુ થઈ જતું હોય છે. એટલા માટે ગુજરાત સરકાર તરફથી નમોશ્રી યોજના શરૂ કરવા પાછળનો મુખ્ય હેતુ નવજાત બાળકો તેમજ સગર્ભા બહેનોને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવાનો છે. જેથી કરીને ગર્ભવતી બહેનો તેમજ માતાઓને પોષણયુક્ત આહાર સહેલાઈથી મળી શકે.

નમો શ્રી યોજનાની પાત્રતા Namo Shri Yojana Eligibility
આ યોજનાનો લાભ ગર્ભવતી બહેનો તેમજ માતાઓને મળવા પાત્ર થશે.
આ યોજના અંતર્ગત માત્ર ગુજરાતમાં રહેતી મહિલા જ લાભ મેળવી શકશે.
અરજદાર મહિલા એસસી, એસટી, NFSA, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ની લાભાર્થી હોવી જરૂરી છે.
આ સિવાય અન્ય માપદંડોની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા આગામી સમયમાં કરવામાં આવશે.

  • નમો યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટસ
  • અરજદારનું આધારકાર્ડ
  • જાતિનું પ્રમાણપત્ર
  • સગર્ભા હોવા માટેનું પ્રુફ (Hospital Documents)
  • માતાઓ માટે નવજાત શિશુનું જન્મ પ્રમાણપત્ર
  • અરજદાર નો મોબાઇલ નંબર
  • અરજદાર નો ફોટો
  • અરજદારની બેંક ખાતાની ડિટેલ્સ1

Steps To Apply For Namo Shri Scheme 2024 | નમો શ્રી યોજનાનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું?

1.સૌ પ્રથમ નમો શ્રી યોજનાની અધિકૃત વેબસાઇટની મુલાકાત લો. જે અહીં ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.
2.હવે હોમ પેજ પરથી Namo Shri Scheme ની નવીનતમ અપડેટ જુઓ.
3.ત્યારબાદ Apply online option પર ક્લિક કરો.
4.હવે રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે. જેમાં તમે તમારી વિગતો દાખલ કરશો.
5.આપેલ ફોર્મેટમાં દસ્તાવેજોને યોગ્ય રીતે અપલોડ કરો.
પછી વિગતો ચકાસો.
6.છેલ્લે, સબમિટ બટન પર ક્લિક કરો.
તમારું Namo Shri Lakshmi Yojana Gujarat 2024 એપ્લિકેશન ફોર્મ સફળતાપૂર્વક નોંધાયેલ છે.
એપ્લિકેશન ફોર્મ સાચવો અને વધુ સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ લો

અગત્યની લિંક્સ

નમો શ્રી યોજનાની જાહેરાતની PDF

યોજનાની સતાવાર વેબસાઇટ

હેલ્પલાઈન નંબર
અત્યારે અમે તમને મહિલા અને બાળ વિકાસ વિભાગ ની વેબસાઈટ પર આપવામાં આવેલા ટોલ ફ્રી નંબરની માહિતી નીચે આપી રહ્યા છીએ તેના પર કોલ કરીને તમે યોજના વિશે વધુ જાણકારી મેળવી શકો છો.

Helpline Number:- 079-232-57942

સગર્ભા બહેનોને વધુ પોષણ પ્રાપ્ત થાય, તેમનો આરોગ્ય સુદ્રઢ થાય અને તેનાથી માતા અને બાળ મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થાય, તે દ્રષ્ટિથી આ યોજનાઓને કન્વર્જ કરી વધુ સક્ષમતા પ્રદાન કરવાની તેમજ આ બાબતે હાલમાં મળતી મહત્તમ સહાયમાં વધારો કરી સગર્ભા બહેનોને વધારે સહાય આપવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ હતી._

નમો શ્રી યોજના સગર્ભા મહિલાઓ માટે

  1. આ યોજનાનું નામ “નમો શ્રી” યોજના રહેશે.
  2. આ યોજના અંતર્ગત કુલ રૂ! ૧૨,૦૦૦/-(PMMVY અને JSY સંયુક્ત સહાય)સાથેની મહત્તમ સહાય પ્રથમ બે પ્રસુતિ માટે સરકારી અથવા ખાનગી કોઇપણ હોસ્પિટલે પ્રસુતિ કરાવે તો નીચેની કેટેગરી વાળી સગર્ભા બહેનોને મળવા પાત્ર થશે.

3 . નમો શ્રી યોજનામાં નીચે મુજબની ૧૧ કેટેગરી એટલે કે, (૧) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ (૨) જે મહિલાઓ આંશિક રીતે (40%) અથવા સંપૂર્ણ વિકલાંગ છે (દિવ્યાંગ જન) (3) BPL રેશન કાર્ડ ધારક મહિલા (૪) પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) – આયુષ્માન ભારત હેઠળ કાર્ડ ધારક મહિલા લાભાર્થીઓ (૫) ઇ-શ્રમ કાર્ડ ધરાવતી મહિલાઓ (૬) મહિલા ખેડૂતો જે કિશાન સન્માન નિધિ હેઠળ લાભાર્થી છે (૭) મનરેગા જોબ કાર્ડ ધરાવતી મહિલાઓ (૮) જે મહિલાઓની ચોખ્ખી કૌટુંબિક વાર્ષિક આવક રૂ.8 લાખ કરતાં ઓછી છે (૯) સગર્ભા અને સ્તનપાન કરાવતી AWWs/ AWHs/ ASHAs (૧૦) કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કોઈપણ અન્ય શ્રેણી (૧૧) રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ ૨૦૧૩ હેઠળ રેશન કાર્ડ ધરાવતી સગર્ભા લાભાર્થીઓને લાભ મળવા પાત્ર રહેશે.

આ યોજનામાં દર્શાવેલ કેટેગરીના લાભાર્થીઓને પ્રથમ અને દ્રિતિય પ્રસુતિ અન્વયે કુલ રૂ! ૧૨૦૦૦/-ની સહાય (PMMVY અને JSY સંયુક્ત સહાય) મળવાપાત્ર રહેશે. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY) ની સહાય ભારત સરકારની ગાઇડલાઇન મુજબ બારોબાર ભારત સરકાર ચુકવશે.

આ બન્ને યોજનાઓ ઉપરાંત ભારત સરકારની જનની સુરક્ષા યોજના (JSY) અન્વયે શહેરી વિસ્તારમાં રૂા.૬૦૦/- અને ગ્રામ્ય વિસ્તારમાં રૂા.૭૦૦/- ની સહાય સગર્ભા બહેનોને પોષણ, ચેકઅપ અને પરિવહન માટે આપવામાં આવે છે. અત્યારે જનની સુરક્ષા યોજનાનો લાભ સ્વતંત્ર રીતે જ્યારે કે કસ્તુરબા પોષણ યોજના અને PMMVY યોજનાનો લાભ કન્વર્જ કરી પ્રસુતિ વખતે પાત્રતા ધરાવતી સગર્ભા બહેનોને રૂ! ૬૦૦૦/- મળે તે રીતે સહાય આપવામાં આવે છે.

  1. ↩︎

Leave a Comment