ગુજરાત સરકારે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈ પ્રવેશ પ્રક્રિયાને સરળ બનાવવા માટે દેશનું પ્રથમ કોમન પોર્ટલ GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ) લોન્ચ કરવામાં આવ્યું છે. આ પોર્ટલની મદદથી રાજ્યના વિદ્યાર્થીઓ માટે એડમિશન પ્રક્રિયા અત્યંત સરળ બની જશે. એટલું જ નહિ, એડમિશન માટે કોલેજોમાં ધક્કા ખાવા સહિતની જે અગવડતા વિદ્યાર્થી અને વાલીઓએ અનુભવવી પડતી હતી તેનું નિરાકરણ આવી જશે
રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કૉલેજમાં એડમિશન પ્રક્રિયા માટે દેશનું પ્રથમ કોમન પોર્ટલ GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ) લોન્ચ કરાયુ હતું. આ સોફ્ટવેર અંતર્ગત એક જ છત્ર હેઠળ આટ્ર્સ, કૉમર્સ, સાયન્સ, રૂરલ સ્ટડીઝ અને અન્ય તમામ વિદ્યાશાખાઓને સાંકળી પ્રવેશ પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે. જેને પગલે હવેથી રાજ્યની 14 યુનિવર્સિટીઓ સંલગ્ન સરકારી, અનુદાનિત, સ્વનિર્ભર 2,343 જેટલી કૉલેજના 7.50 લાખથી વધુ વિદ્યાર્થીઓ એડમીશન માટે એક જ પોર્ટલ ઉપર અરજી કરી શકશે. પ્રવેશ માટેની રજીસ્ટ્રેશન ફી માત્ર રૂ. 300 એક જ વખત ઓનલાઈન ભરવાની રહેશે
GCAS પૉર્ટલની વિશેષતાઓ
સરળતાથી ડૉક્યૂમેન્ટ્સ અપલોડ કરી શકાય છે.
અનેક વિષયો પસંદ કરી શકાય છે.
જે તે સંસ્થા કે યુનિવર્સિટી દ્વારા જે પ્રવેશપ્રક્રિયાની યાદી તૈયાર થાય છે તેનાં નોટિફિકેશન્સ સરળતાથી રજિસ્ટર થયેલા મોબાઈલ ફોન અને ઈ-મેઈલ થકી પ્રાપ્ત થાય છે.
તમામ યુનિવર્સિટીઓને વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન પછીથી એડિ્મશનની પ્રક્રિયાની સ્વાયત્તતા રહેશે.
માત્ર એક જ વખત પ્રવેશ ફ્રી ભરીને લાંબી, થકવી નાખનારી, ખર્ચાળ પ્રક્રિયામાંથી મુક્તિ મેળવીને ઍડિ્મશનની પ્રક્રિયા સરળ કરનારા આ પૉર્ટલ થકી વિદ્યાર્થીને અને વાલીને ખૂબ જ સહાય મળશે.
આ નવી સિસ્ટમથી વિદ્યાર્થીઓને શું લાભ થશે?
અગાઉ વિદ્યાર્થીઓને અલગ યુનિવર્સિટીમાં અરજી કરવા માટે અલગ-અલગ ફી ચૂકવવી પડતી હતી. જોકે હવે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ પરથી વિદ્યાર્થી ફક્ત એક વખત ફી ભરીને મનગમતી યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકશે. સાથે અલગ-અલગ કોર્સમાં પણ નજીવી ફીમાં અમર્યાદિત યુનિવર્સિટી કે કોલેજમાં અરજી કરી શકાશે.
- કઈ યુનિવર્સિટીઓમાં પોર્ટલ લાગુ પડશે ?
- ગુજરાત યુનિવર્સિટી,
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી,
- મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી-વડોદરા,
- ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન – IITE,
- શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી,
- સરદાર પટેલ યુનિવર્સિટી,
- ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટી,
- મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી,
- બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી,
- શ્રી ગુરૂ ગોવિંદ યુનવર્સિટી,
- હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી,
- ભક્ત કવિ નરસિંહ મહેતા જુનાગઢ યુનિવર્સિટી,
- વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ,
- ચિલ્ડ્ર્ન્સ યુનિવર્સિટી.
વિદ્યાર્થીઓ ને રજિસ્ટ્રેશન કરવા માટેની ઓફિશિયલ સાઈટ : અહીંથી ખોલો
*🔮ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પોર્ટલ માટે સૂચના 2024-25*
➡️INSTRUCTION FOR GUJARAT COMMON ADMISSION SERVICES (GCAS) PORTAL 2024-25
➡️ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે : 🖥️ https://gcas.gujgov.edu.in/
➡️રજીસ્ટ્રેશન અંગેની વધુ જાણકારી માટે : 🖥️ અહીંથી જાણો
➡️પ્રવેશ પ્રક્રિયા અરજી કરવાની વધુ માહિતી માટે : 🖥️અહીંથી ખોલો
રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું સમજો વિડિયો દ્વારા : અહીથી જુઓ વિડિયો
➡️રજીસ્ટ્રેશન અંગેની સહાયતા માટે Email : [email protected]