ધોરણ 10 અને ધોરણ 12 પછી શું..?? કારકિર્દી માર્ગદર્શન વિશેષ અંક 2024

ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા હાલમાં જ ધોરણ 10 અને 12ના પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ સારા ગુણ મેળવીને પાસ થયા છે. જોકે, સારું પરિણામ આવ્યા બાદ હવે મોટાભાગના માતા-પિતા અને વિદ્યાર્થીઓને આગળ કઈ દિશામાં વધવું તે અંગે મૂંઝવણ અનુભવી રહ્યા છે. હાલના સમયમાં વિવિધ ખાસ કરીને વિવિધ વિકલ્પ હોવાના કારણે બાળકો મૂંઝવણમાં મૂકાયા છે. આ મૂંઝવણને દૂર કરવા માટે આજે અમે તમને યોગ્ય માર્ગદર્શન આપવા જઈ રહ્યા છીએ.

Oplus_131072

ધોરણ-૧૦ પછીના મુખ્ય વિકલ્પો

ધોરણ: ૧૧ – ૧૨માં અભ્યાસ
ડિપ્લોમા અભ્યાસક્રમ
ITI અભ્યાસક્રમ
કૃષિ વિષયક અભ્યાસક્રમ
અન્ય અભ્યાસક્રમો
સંરક્ષણ દળ ક્ષેત્રે કારકિર્દી

ધોરણ 12 સામાન્ય પ્રવાહ બાદ ક્યા વિકલ્પ મળી રહે છે

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં આર્ટસ અને કોમર્સ બંનેમાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓ આગળ વધીને બીકોમ બી.બી.એ, બી.એસ.સી અથવા તો બી.એ. જેવા કોર્સ મોટાભાગે લેતા હોય છે. જોકે, આર્ટસ અને કોમર્સના વિદ્યાર્થી હોવા છતાં પણ નર્સિંગમાં એડમિશન મેળવીને પોતાની કારકિર્દી બનાવી શકે છે. આ ઉપરાંત આર્કિટેક્ચર, જર્નાલીઝમ માસ કમ્યુનિકેશન, ગ્રાફિક ડિઝાઇનિંગ, વિડીયો એડિટિંગ વગેરે જેવા નવા નવા કોર્સ આ લાઈનમાં ઉમેરવામાં આવ્યા છે. જેમાં આગળ જતા ભવિષ્ય ખૂબ જ સારું બની શકે છે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ કયા વિકલ્પ રહે છે

વિજ્ઞાન પ્રવાહમાં ભણતા 12મા ધોરણના વિદ્યાર્થીઓ આગળ એન્જિનિયરિંગની વિવિધ સ્ટ્રીમમાં એડમિશન મેળવી શકે છે. જો વિદ્યાર્થી ખૂબ જ નીપૂર્ણ હોય તો, એન.ટી.એ દ્વારા આયોજિત પરીક્ષા આપીને આઇ.આઇ.ટી જેવી ઉત્કૃષ્ટ સંસ્થાઓમાં એડમિશન મેળવી શકે છે. સાથે સાથે એ ગ્રુપના વિદ્યાર્થીઓ મેથ્સમાં આગળ વધીને ડેટા એનોલિસિસ અથવા તો સ્ટેટેસ્ટિક રિલેટેડ જોબ પણ મેળવી શકે છે. આ ઉપરાંત બાયોલોજી વિભાગના વિદ્યાર્થીઓ મેડિકલ,પેરા મેડિકલ અને ફાર્માસ્યુટિકલ જેવા ઓપ્શન લઈ શકે છે. સાથે સાથે પેરામેડિકલમાં ઓપ્ટમ, ફિઝિયોથેરાપી જેવા ઓપ્શનમાં પણ ફ્યુચર બનાવી શકે છે. આ વિદ્યાર્થીઓ આ બધા ઓપ્શન સિવાય પ્યોર સાયન્સમાં બી.એસ.સી અથવા તો બી.એ. કરીને ટીચરની જોબ પણ મેળવી શકે છે. આ ઉપરાંત નેટ અથવા પી.એચ.ડી કરીને પ્રોફેસરની જોબ પણ મેળવી શકે છે.

મહત્વપૂર્ણ લિંક: 

કારકિર્દી માર્ગદર્શન બુક ૨૦૨૪અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

કારકિર્દી માર્ગદર્શન બુક 2024
શાળાના માર્ગદર્શન સાથે વિદ્યાર્થીઓને જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉતીર્ણ થવા માટે અને સરકારશ્રી દ્વારા વિવિધ આર્થિક અને શૈક્ષણિક સહાયક યોજનાઓ મુકવામાં આવતી હોય છે તેની પરીક્ષાઓ માટે આ પુસ્તિકાની માહિતી અતિ ઉપયોગી જણાય છે, માધ્યમિકથી લઈને કોલેજ સુધીના શિક્ષણ દરમ્યાન. આ પુસ્તિકા વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડવામાં સહાયક બનશે તેવું જણાય છે.

કારકિર્દી માર્ગદર્શન ૨૦૨૪
જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અમદાવાદ શહેર દ્વારા કારકિર્દી વિશેષાંક તૈયાર કરવામાં આવ્યો છે. આ કારકિર્દી વિશેષાંક વાલી અને વિદ્યાથીઓ માટે તેમની કારકિર્દીની પસંદગી અર્થે ખુબજ ઉપકારક નીવડશે. વિશેષ કરીને જ્યારે તેને ડિજિટલ સ્વરૂપે તૈયાર કરવામાં આવેલ છે જે માત્ર અમદાવાદ શહેરના વાલી તેમજ વિધાર્થીઓ પુરતો મર્યાદિત ન રહેતા સમગ્ર ગુજરાતના તમામ વર્ગને ઉપયોગી બની રહેશે. એટલુજ નહિ, ગુજરાતના તમામ શિક્ષણ આલમને પણ આ ડિજિટલ અંક કારકિર્દી માર્ગદર્શન માટે હાથવગો સરળ અને ઉપયોગી બની રહેશે.

Leave a Comment