લોકસભા ચૂંટણી પરિણામ 2024 તમામ અપડેટ લાઈવ

4 જૂન 2024ના દિવસે મતગણતરી બાદ ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતના રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓની કિસ્મત પરથી પડદો ઉઠશે. લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં સંપન્ન થઈ છે. આ વખતે લોકસભાની ચૂંટણીની સાથેસાથે કેટલાક રાજ્યોની વિધાનસભાની પણ સામાન્ય અને પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. જે પૈકી અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભાની ચૂંટણીની મતગણતરી રવિવારે 2 જૂનના રોજ પૂર્ણ થવા પામી હતી.

2024ની લોકસભા ચૂંટણી 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં યોજવામાં આવી હતી. આ સાતેય તબક્કાના મતદાનનું પરિણામ આજે સવારથી જાહેર કરવામાં આવશે. પીઆરએસના જણાવ્યા અનુસાર કુલ 543 બેઠકો પર 744 પક્ષોના 8360 ઉમેદવારો ઉભા રહ્યાં હતાં. જે છ રાષ્ટ્રીય પક્ષોના ઉમેદવારો પણ સામેલ છે.

કયા તબક્કામાં કેટલું થયું મતદાન?
ચૂંટણીપંચ અનુસાર પહેલા તબક્કામાં 66.14 ટકા, બીજા તબક્કામાં 66.71 ટકા અને ત્રીજા તબક્કામાં 65.68 ટકા મતદાન થયું હતું. ચોથા તબક્કામાં મતદાનની ટકાવારી સૌથી વધારે 69.16 ટકા રહી હતી. પાંચમાં તબક્કામાં 62.20 ટકા અને છઠ્ઠા તબક્કામાં 63.36 ટકા મતદાન થયું હતું. આ ઉપરાંત સાતમાં તબક્કાનું 63.88 ટકા મતદાન થયું હતું.

પોસ્ટલ બેલેટની ગણતરી પહેલા શરૂ થશે
પોસ્ટલ બેલેટની ગણતરી પહેલા કરવામાં આવશે. આ પછી ઈવીએમના મતોની ગણતરી કરવામાં આવશે. દેશભરમાં 10 લાખ 50 હજાર મત ગણતરી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.

લોકસભા ચૂંટણીના પરિણામો ક્યારથી જોઇ શકશો?

કેવી રીતે જોઈ શકશો પરિણામ

ગુજરાતની તમામ સીટ ની લાઈવ મતગણતરી જુઓ અહીથી

Official website પર પરિણામ જુઓ અહીંથી


મતગણતરીનું પરિણામ અને ચૂંટણી પંચની વેબસાઈટ https://results.eci.gov.in/ અને સાથે જ હેલ્પલાઈન એપ iOS અને Android મોબાઈલ એપ બંને પર ઉપલબ્ધ થઈ રહેશે.

લોકસભા ચૂંટણી 2024ના પરિણામો સંબંધિત કવરેજ સવારે 6 વાગ્યાથી શરૂ થશે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થયા બાદ થોડી જ વારમાં ટ્રેન્ડ આવવા લાગશે અને થોડા સમય બાદ પરિણામ પણ આવી જશે.

ચૂંટણી 2019 પરિણામો

લોકસભા ચૂંટણી 2019માં પીએમ મોદીના નેતૃત્વમાં બીજેપી સતત બીજી વખત જંગી બહુમતી સાથે સત્તામાં આવી. ભાજપને 303 અને કોંગ્રેસને 52 બેઠકો મળી હતી. DMK અને TMC 24, YSRCP 22, શિવસેના 18, JDU 16, BJD 12, BSP 10, TRS (હવે BRS) 10, LJP 6, SP અને NCP દરેક 5 અને અન્ય 39 બેઠકો આવી હતી

Leave a Comment