પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2024

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2024 | 2000 નો હપ્તો જમા થયો કે નહીં ચેક કરો અહીં થી | PM કિસાન સન્માન નિધિ યોજના | જરૂરી ડોક્યુમેન્ટની યાદી

 ભારત દેશના ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા તથા આવક બમણી કરવા માટે ઘણી બધી યોજનાઓ અમલી બનાવેલ છે. કેન્‍દ્ર સરકાર દ્વારા દેશમાં ઘણી યોજનાઓ ચલાવી રહી છે. જેવી કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, કિસાન માન-ધાન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વગેરે. જેમાં PM Kisan Yojana હેઠળ ખેડૂતોને વાર્ષિક રૂપિયા 6000 નો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ ભારતના તમામ ખેડૂતોને PM Kisan Yojana e-KYC Process 2024 કરવાનું રહેશે.

પીએમ કિસાન સન્માન નિધિ યોજના 2024

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો 28/02/2024 જાહેર કરવામાં આવશેPm kisan snman nidhi yojna

PM કિસાન યોજના હેઠળ લગભગ 9.5 કરોડ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે, જેમાંથી લગભગ 7.5 કરોડ ખેડૂતોનું વેરિફિકેશન આધાર દ્વારા કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર વેરિફિકેશન પ્રક્રિયાને ઝડપી બનાવવા રાજ્યો પર દબાણ કરી રહી છે, જેથી આ નાણાકીય વર્ષના અંત સુધીમાં વધુ ફંડ આપી શકાય. સરકારે 2019માં આ યોજના શરૂ કરી હતી. આ યોજનામાં એવા ખેડૂતોને સામેલ કરવામાં આવ્યા હતા જેમની જમીન 2 હેક્ટર અથવા તેનાથી ઓછી છે.ગયા નાણાકીય વર્ષમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે 20,000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. તેમાંથી રૂ. 6000 કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી હતી.

પીએમ કિસાન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટની યાદી

જે ઉમેદવારો પીએમ કિસાન યોજના માટે અરજી કરવા માગે છે. તેમને કેટલાક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે. તે બધા ડોક્યુમેન્ટ નું લિસ્ટ નીચે આપવામાં આવ્યું છે. તમામ ઉમેદવારો નીચે આપેલી યાદી દ્વારા ડોક્યુમેન્ટ સંબંધિત તમામ માહિતી મેળવી શકે છે.

  • સરનામાનો પુરાવો
  • ખેડૂતનું પ્રમાણપત્ર
  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • ખાતાની નકલ
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • બેંક ખાતાની વિગતો
  • આવક પ્રમાણપત્ર
  • ઉમેદવાર ભારતનો રહેવાસી હોવો જોઈએ
  • ખેડૂત અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ


પીએમ કિસાન યોજના લિસ્ટ માં નામ કેવી રીતે ચેક કરવું?

જો તમે ખેડૂત છો અને PM કિસાન યોજના લિસ્ટમાં તમારું નામ ચેક કરવા માંગો છો અથવા તમે તમારા ગામના લોકોના નામ તપાસવા માંગો છો,જેઓ આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે, તો તમે નીચે દર્શાવેલ પ્રક્રિયાને ફોલોવ કરીને સરળતાથી ચેક કરી શકો છો-

  • PM કિસાન યોજનાની યાદી જોવા માટે, પહેલાના Farmer Corner પર જાઓ અને પછી બેનીફિસરી લિસ્ટ પર ક્લિક કરો.
  • ત્યારપછી તમારા રાજ્યનું નામ, જિલ્લાનું નામ, તાલુકાનું નામ, બ્લોકનું નામ અને ગામનું નામ પસંદ કરો અને તે પછી Get Report પર ક્લિક કરો.
  • આ બધું કર્યા પછી બીજા પેજમાં તમને જેટલા પણ ગામના ખેડૂતોને યોજનાનો લાભ મળતો હશે તેનું લિસ્ટ જોઈ શકો છો.

પીએમ કિસાન યોજનામાં હપ્તાનું સ્ટેટ્સ કેવી રીતે ચેક કરવું?

  • સ્ટેટ્સ ચેક કરવા માટે સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ pmkisan.gov.in ની મુલાકાત લો.
  • ત્યારબાદ Farmer કોર્નર નો વિકલ્પ પસંદ કરો અને એમાં બેનીફિસરી સ્ટેટ્સ પર ક્લિક કરો.
  • બેનીફિસરી સ્ટેટ્સ નું પેજ ખોલ્યા બાદ તેમાં આધાર નંબર,બેંક ખાતા નંબર અને મોબાઈલ નંબર એન્ટર કરો.
  • આધાર,ખાતા નંબર અને મોબાઈલ નંબર લખ્યા પછી GET DATA પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમે તમારા હપ્તા નું સ્ટેટ્સ ચેક કરી શકો છો.

મહત્વપૂર્ણ લિંક

ઓનલાઈન ફોર્મ ભરવા અહીં ક્લિક કરો
ફોર્મનું સ્ટેટ્સ ચેક કરવા અહીં ક્લિક કરો
હપ્તાનું સ્ટેટ્સ ચેક કરવા અહીં ક્લિક કરો
પીએમ કિસાન લિસ્ટ અહીં ક્લિક કરો
PM Kisan Sanman Nidhi યોજના હેઠળ લાભાર્થીને કેટલી રકમની સહાય કરવામાં આવે છે?
લાભાર્થીને વાર્ષિક 6000 રૂપિયાની સહાય કરવામાં આવે છે.

Leave a Comment