ગુજરાત વિધાનસભાની ચૂંટણી પરિણામ 2022 લાઈવ

 ગુજરાત વિધાનસભાની ચૂંટણી પરિણામ 2022 લાઈવ | Gujarat Assembly Election 2022 Result live | ભાજપના જીતેલા ઉમેદવારો નું લિસ્ટ | કોંગ્રેસ ના જીતેલા ઉમેદવારોનું લિસ્ટ | Aap ના જીતેલા ઉમેદવારોનું લિસ્ટ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. ભાજપ, કોંગ્રેસ અને આપ એમ ત્રણે પાર્ટી દ્વારા તેમની સરકાર બનશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં ભાજપ, કોંગ્રેસ અને આપ સહિત અન્ય પાર્ટીના 1600થી વધુ ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ થઈ ગયું છે. હવે આવતી કાલે 8 ડિસેમ્બરે મતગણતરી થશે, અને કઈ પાર્ટીને કેટલી બેઠકો પર જીત પ્રાપ્ત થાય છે અને કોની સરકાર બનશે તે સ્પષ્ટ થઈ જશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. પ્રથમ તબક્કામાં 63.14 ટકા મતદાન થયું હતું અને બીજા તબક્કામાં 93 બેઠક પર 64.39 ટકાથી વધુ મતદાન થયું છે. મતદાન બાદ હવે ગુજરાતની જનતાની નજર 8 ડિસેમ્બરે આવનારા પરિણામ પર છે. ગત ચૂંટણી કરતા આ ચૂંટણીમાં નિરસ મતદાન જોવા મળ્યું છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં કોણ બાજી મારે છે તેના પરથી તો 8 ડિસેમ્બરે જ પડદો ઉઠશે. 

ભારતીય ચૂંટણી પંચે ૩ નવેમ્બર ૨૦૨૨ના રોજ ચૂંટણીનું સમયપત્રક જાહેર કર્યું હતું જે અનુસાર ૧ અને ૫ ડિસેમ્બર એમ બે તબક્કામાં મતદાન થશે અને ૮ ડિસેમ્બરના રોજ મત ગણતરી કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં વિધાનસભાની ૮૯ અને બીજા તબક્કામાં ૯૩ બેઠકો માટે મતદાન થશે

ચૂંટણી પ્રક્રિયા સ્થિતિ
નામાંકન તારીખ ૫ નવેમ્બર ૨૦૨૨ ૧૦ નવેમ્બર ૨૦૨૨
નામાંકન માટેની છેલ્લી તારીખ ૧૪ નવેમ્બર ૨૦૨૨ ૧૭ નવેમ્બર ૨૦૨૨
નામાંકન ચકાસણી ૧૫ નવેમ્બર ૨૦૨૨ ૧૯ નવેમ્બર ૨૦૨૨
નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ ૧૭ નવેમ્બર ૨૦૨૨ ૨૧ નવેમ્બર ૨૦૨૨
મતદાન તારીખ ૧ ડિસેમ્બર ૨૦૨૨ ૫ ડિસેમ્બર ૨૦૨૨
મતગણતરી ૮ ડિસેમ્બર ૨૦૨૨


મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 182 બેઠકો પર 4.9 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 51,000 થી વધુ મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાંથી 34,000 થી વધુ ગ્રામીણ વિસ્તારોમાં છે.


શું છે હાલ ગુજરાત વિધાનસભાની સ્થિતિ?

હાલ ગુજરાત વિધાનસભામાં ભાજપ પાસે 111, કોંગ્રેસ પાસે 62 અને અન્ય પાસે 9 બેઠકો છે. 2017ની ચૂંટણીના પરિણામો બાદ ભાજપને 99 બેઠકો, કોંગ્રેસને 77 બેઠકો અને અન્યને 6 બેઠકો મળી હતી. 


કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડ. પરિણામ જુઓ 

પ્રથમ તબક્કાનું મતદાન

  • પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. 

  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 નવેમ્બર

  • ફોર્મની ચકાસણી 15 નવેમ્બરે થશે. 

  • 17 નવેમ્બર સુધીમાં પ્રથમ તબક્કાના ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકશે. 

  • પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ યોજાશે.

પ્રથમ તબક્કામાં કયા જિલ્લામાં મતદાન ? 

કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડ.

બીજા તબક્કાનું મતદાન

બીજા તબક્કા માટે 10 નવેમ્બરના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. 

ફોર્મ ભરવાની અંતિમ તારીખ 17 નવેમ્બર. 

ફોર્મ ચકાસણી 15 નવેમ્બરે કરવામાં આવશે. 

ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 21 નવેમ્બર છે. 

બીજા તબક્કા માટે 93 બેઠકો પર પાંચ ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. 

મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન થશે.

બીજા તબક્કામાં કયા જિલ્લામાં મતદાન ? 

અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરા

Leave a Comment