પ્રમુખસ્વામી મહારાજ જન શતાબ્દી મહોત્સવ 2022
૧૫ ડિસેમ્બર ૨૦૨૨, ગુરુવાર થી તા. ૧૩ જાન્યુઆરી ૨૦૨૩, શુક્રવાર દરમિયાન અમદાવાદ ખાતે ધામધૂમપૂર્વક ઉજવાશે. તા. ૧૩ જાન્યુઆરીએ આ મહોત્સવનો ચરમ સીમા સમો ‘શતાબ્દી જન્મ જયંતી દિન’ ઉજવાશે, જ્યારે દેશ-વિદેશના અસંખ્ય ભક્તો શતાબ્દી-વંદના દ્વારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજને ભાવાંજલિ અર્પશે અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર 600 એકરમાં વિશાળ મહોત્સવ સ્થળ બનાવાયું છે. જેમાં પ્રમુખ સ્વામી મહારાજ નગર તૈયાર કરી અનેક સુવિધાઓ ઉભી કરાઈ છે.
સ્વામિનારાયણ નગર’માં શું હશે આકર્ષણ?
વિશાળ કલાત્મક પ્રવેશદ્વારો
કલામંડિત મંદિર
ભક્તિ મંડપો
પ્રમુખસ્વામી મહારાજની વિશાળ મૂર્તિ
જીવનના ઉચ્ચ મૂલ્યો શીખવતા પ્રદર્શનો
ભારતીય સંસ્કૃતિના સંદેશ આપતા રચનાત્મક સ્પોટ્સ
બાળનગરી
જ્યોતિઉદ્યાન
લાઈટ એન્ડ સાઉન્ડ શો
ખાણી-પીણીના સ્ટોલ્સ
પ્રમુખસ્વામી મહારાજની ભવ્ય સ્મારક પ્રતિમા
નગરમાં પ્રવેશતાં જ એક વિશાળ વર્તુળ વચ્ચે 15 ફૂટ ઊંચી પીઠિકા પર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની વિશાળ 30 ફૂટ ઊંચી સ્વર્ણિમ પ્રતિમા સૌને આકર્ષશે. આ પ્રતિમાની આસપાસના વર્તુળમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની જીવન ગાથા પ્રદર્શિત છે.
પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્રવેશ માટે કુલ 7 કલામંડિત સાંસ્કૃતિક પ્રવેશદ્વારોની રચના કરવામાં આવી છે, જે મહોત્સવ સ્થળે પધારતા સૌનું ઉષ્માભર્યું સ્વાગત કરશે. સરદાર પટેલ રીંગ રોડ પરથી પ્રમુખસ્વામી મહારાજ નગરનું ભવ્ય મુખ્ય પ્રવેશદ્વાર જોઈ શકાય છે, જે 280 ફૂટ પહોળું અને 51 ફૂટ ઊંચું છે. આ પ્રવેશદ્વાર ભારતીય સંસ્કૃતિના મહાન જ્યોતિર્ધર સંતોની યાદ અપાવે છે. મહોત્સવ સ્થળની બંને બાજુએ એક વિશાળ પાર્કિંગ હશે, જેમાંથી ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’માં પ્રવેશ કરાવતાં અન્ય છ પ્રવેશદ્વાર પણ કળા-કારીગરીનો ઉત્કૃષ્ટ નમૂના રૂપ છે. 116 ફૂટ લંબાઈ અને 38 ફૂટ ઊંચાઈ ધરાવતા આ દરેક પ્રવેશદ્વાર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના વિશિષ્ટ વ્યક્તિત્વ અને જીવનરેખાની સ્મૃતિઓ કરાવશે.