તમારા નામ પર કોઈ બીજા વ્યક્તિ તો સીમકાર્ડ નથી વાપરતા ને આ સરળ રીતથી ચેક કરી શકો છો

 તમારા નામ પર કોઈ બીજા વ્યક્તિ તો સીમકાર્ડ નથી વાપરતા ને આ સરળ રીતથી ચેક કરી શકો છો

અત્યારના સમયમાં ફ્રોડ બહુ વધી રહ્યા છે ત્યારે આપણા નામ પર કેટલા સીમ ચાલુ છે તે જાણવું આપણા માટે ખૂબ જ જરૂરી મહત્વનું છે ઘણી વખત આપણી જાણ બહાર આપણા નામ પર કોઈ કાર્ડ વાપરતું હોય છે અને આપણને જાણ પણ હોતી નથી આજે અમે તમારા માટે ખૂબ જ ઉપયોગી માહિતી લાવ્યા છીએ જેની મદદથી તમે તમારા નામ પર કેટલા સીમ ચાલુ છે તે જાણી શકશો

 

તમારા નામ પર કેટલા સીમકાર્ડ ચાલુ છે તમારા નામે બીજા કોણ સીમ વાપરે છે આજે જ ચેક કરો અહીંથી

તમારા નામ પર કેટલા સીમકાર્ડ ચાલુ છે તે ઓનલાઈન ચેક કરવા માટે નીચેના સ્ટેપ ફોલો કરવા પડશે 

સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

  • સૌપ્રથમ tapcop.dgtelecom.gov.in  પોર્ટલ પર ક્લિક કરો
  •  અહીં બોક્સમાં તમારો મોબાઈલ નંબર એન્ટર કરો અને OTPની મદદ થી લોગીન કરો 
  • હવે એ બધા નંબરોની વિગતો આવશે જે તમારા આઈડી પરથી ચાલી રહ્યા છે 
  • જો લિસ્ટમાં કોઈ એવો નંબર છે જે તમને ખબર નથી તો તમે તેની જાણ કરી શકો છો 
  • આ માટે નંબર પસંદ કરો અને This is not my number
  •  હવે ઉપરના બોક્સમાં આઈડી માં લખેલું નામ લખો. 
  • હવે નીચે આપેલા રિપોર્ટ બોક્સ પર ક્લિક કરો
  •  ફરિયાદ કર્યા બાદ તમને ટિકિટ આઇડી સંદર્ભ નંબર પણ આપવામાં આવશે

એક આઈડી પર 9 સિમ લઈ શકાય છે

તમને જણાવી દઈએ કે એક આઈડી પર વધુમાં વધુ 9 સિમ ઈશ્યુ કરવામાં આવે છે. તો કેટલાક રાજ્યોમાં મહત્તમ 6 સિમ આપવામાં આવે છે જેમાં આસામ, જમ્મુ કાશ્મીર અને પૂર્વોત્તર રાજ્યોનો સમાવેશ થાય છે.

તમારા ID પર કેટલાં સિમ એક્ટિવેટ છે એ જાણવું શા માટે મહત્ત્વનું છે?

જો તમારા આઈડી પર કોઈ સિમ એક્ટિવેટ છે, જેનો તમે ઉપયોગ નથી કરતા, તો તમારે

એનું પરિણામ ભોગવવું પડી શકે છે. ઉદાહરણ તરીકે, જો તમારી ID સાથે નોંધાયેલા સિમ સાથે ખોટી અથવા ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી છે, તો તમે મુશ્કેલીમાં મુકાઈ જશો. એટલા માટે તમારા આઈડી પર કેટલાં સિમ રજિસ્ટર્ડ છે એ જાણવું તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની જાય છે.

તમારી જાણ બહાર નોંધાયેલ અજાણ્યા નંબરને આ રાતે બંધ પણ કરી શકશો

જો આવો કોઈ નંબર તમારા નામે નોંધાયેલ છે અને જેની માહિતી તમને ખબર નથી, તો તમે એ જાણી શકો છો. અને તમારી જાણ બહાર નોંધાયેલ અજાણ્યા નંબરને  બંધ પણ કરી શકશો. આ માટે તમારે તે નંબરની પાસેના એક્શન બટન પર ક્લિક કરવાનું રહેશે. બટન પર ક્લિક કરતાની સાથે જ તમને 3 વિકલ્પો મળશે. જેમાં આ મારો નંબર નથી, જરૂરી નથી, જરૂરી છે. તેમાંથી તમારે This is not my number પર ક્લિક કરીને રિપોર્ટ પર ક્લિક કરવાનું રહેશે.

Leave a Comment