Gujarat Gyan Guru Quiz – G3Q: ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન

 Gujarat Gyan Guru Quiz – G3Q: ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન

g3q.co.in Gujarat Gyan Guru Quiz: ગુજરાત જ્ઞાનગુરુ સ્પેસ સ્પર્ધા ૨૫ ડિસેમ્બર થી શરૂ થઇ ગઈ છે. આ ક્વિઝમાં ભાગ લઇ લાખોના ઇનામ જીતી શકો છો.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2.0) એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં શિક્ષણ, જ્ઞાન, ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણીસંગમ છે. જોકે આ ક્વિઝ સ્પર્ધાત્મક છે પરંતુ સાથોસાથ દરેક સ્પર્ધકમાં જ્ઞાન અને સર્જનાત્મકતામાં વધારો કરે છે.


ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝનું ધ્યેય વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવાનું છે. આ ક્વિઝમાં ગુજરાત રાજ્યના કોઈપણ તાલુકા, વોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતિના (સ્ત્રી/પુરુષ) વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકો ભાગ લઇ શકે છે. આ ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકોના જ્ઞાનમાં અને જાગૃતિમાં અભિવૃદ્ધિ થશે

ગુજરાતના કોઈપણ વિદ્યાર્થી, કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઈ શકે છે.

આગામી 10 સપ્તાહ સુધી આ સ્પર્ધા ચાલશે. જેમાં દર અઠવાડિયે વિજેતા જાહેર કરવામાં આવશે. જેને રોકડ ઇનામ આપવામાં આવશે. સાથે મેગા રાઉન્ડ પણ રમાડવામાં આવશે.

G3Q 2.0 ક્વિઝમાં ભાગ લેવા માટેની લાયકાત

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત G3Q 2.0 ક્વિઝ, શાળા કક્ષાએ ધોરણ 9 થી 12 તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઈ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

Registration કેવી રીતે કરવું

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ https://g3q.co.in/ પર જાઓ
  • હૉમપેજ પર રજીસ્ટર નામના બટન પર ક્લિક કરો માંગેલી
  • તમામ વિગતો કાળજીપૂર્વક ભરી સબમિટ બટન પર ક્લિક કરો.
  • તમારા મોબાઈલ નંબર પર OTP આવશે તે દાખલ કરી વેરીફાઈ કરો
  • ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર યુઝર આઇડી અને પાસવર્ડ મોકલવામાં આવશે.

ક્વિઝમાં ભાગ કેવી રીતે લેવો

  • g3q.co.in પર રજીસ્ટ્રેશન થઇ ગયા બાદ તમે ક્વિઝ રમી શકો છો તેના માટે નીચેના સ્ટેપ અનુસરો.
  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ
  • હોમપેજ પર તમને Play Quiz બટન જોવા મળશે તેના પર ક્લિક કરો
  • તમારી સામે એક નવું પેજ ખુલશે તેમાં User ID અને Password દ્વારા લોગીન કરો
  • ત્યારબાદ નીચે રહેલા Continue પર ક્લિક કરી Play Quiz પર ક્લિક કરો
રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો
G3q Quiz Registration 2024

આ ક્વિઝ દ્વારા પ્રશ્નબેંક સ્ક્રુટીની કમિટીની પણ રચના કરવામાં આવેલ હશે.
આ ક્વિઝ અઠવાડિયામાં દર રવિવારથી ચાલુ થઈને દર શુક્રવારે સમાપ્ત થશે.
દર શનિવારે વિજેતા જાહેર થશે.
દરરોજ 250 ક્વિઝની ડિઝીટલ પુસ્તિકા સ્પર્ધકોને માર્ગદર્શિકા તરીકે ઓનલાઈન પ્રાપ્ત થશે.
દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ/યુનિવર્સીટી વિભાગ બનાવવામાં આવેલ હશે.
પ્રતિ સ્પર્ધક દીઠ ક્વિઝનો સમયગાળો 20 મિનીટનો અને ક્વિઝમાં 20 ક્વિઝ રહેશે.
આ ઉપરાંત, દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના, શાળા અને કોલેજ વિભાગનાં અંદાજિત દસ-દસ વિજેતાઓ જાહેર કરવામાં આવશે.
આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને મળશે પ્રમાણપત્ર.

Leave a Comment