લોકસભા ચૂંટણી 2024 જાહેરાત અપડેટ

ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે. લોકસભા ચૂંટણીની સાથે ચાર રાજ્યો આંધ્ર પ્રદેશ, ઓડિશા, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ જાહેરાત થઈ શકે છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર બપોરે 3 વાગ્યે એક પત્રકાર પરિષદમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે.

માહિતી છે કે, સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીને લઇને ગણગણાટ શરૂ થઇ ચૂક્યો છે, તમામ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારી દીધા છે, અને હવે આજે લોકસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ શકે છે. આગામી લોકસભા ચૂંટણીનો આજે કાર્યક્રમ જાહેર થશે. આજે બપોરે ત્રણ વાગ્યે કેન્દ્રીય ચૂંટણી પંચ આ જાહેરાત કરશે. 6 થી 7 તબક્કામાં આ લોકસભા ચૂંટણી યોજાઇ શકે છે. જેમાં યુપી, બિહારમાં 6 થી 7 તબક્કામાં ચૂંટણી યોજાઇ શકે છે. દેશના પૂર્વોત્તર વિસ્તારોમાં એક તબક્કામાં મતદાન થઇ શકે છે. રાજસ્થાનમાં 2 થી 3 તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાઇ શકે છે. દિલ્લી, પંજાબ, હરિયાણામાં એક તબક્કામાં મતદાનની શક્યતા છે. આ વખતે લોકસભા ચૂંટણીમાં દેશભરમાંથી 97 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 12 લાખથી વધુ મતદાન કેન્દ્રો પર આ મતદાન યોજાઇ શકે છે.

Lok Sabha Election Date 2024
લોકસભાની ચૂંટણીની સાથે કેન્દ્રીય ચૂંટણી પંચ કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીની પણ જાહેરાત કરશે. કેન્દ્રિય ચૂંટણી પંચના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ આ પત્રકાર પરિષદ લાઈવ જોઈ શકાશે. મહત્વનું છે કે, વર્ષ 2019માં ચૂંટણીની જાહેરાત 10 માર્ચે કરવામાં આવી હતી અને એપ્રિલ-મેમાં સાત તબક્કામાં મતદાન થયુ હતું.

લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થશે, જાણો આચાર સંહિતા લાગૂ થયા બાદ શું બદલાશે –

ચૂંટણી પંચ શનિવારે બપોરે 3 વાગ્યે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. માનવામાં આવી રહ્યું છે કે, ગત વખતની જેમ આ વખતે પણ 7 તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાઈ શકે છે. ચૂંટણી પંચે 10 માર્ચ 2019ના રોજ લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. 11 એપ્રિલથી 19 મે સુધી દેશભરમાં 7 તબક્કામાં મતદાન થયું હતું. પરિણામ 23 મેના રોજ આવ્યું હતું. ચૂંટણી પંચ દ્વારા તારીખો જાહેર થયા બાદ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવશે. આચારસંહિતા લાગુ થયા બાદ સરકારની સામાન્ય કામગીરીમાં નોંધપાત્ર ફેરફારો થશે.

લોકસભાની ચૂંટણી ની તારીખો નું એલાન*
સાત તબક્કામાં યોજાશે ચૂંટણી
19 એપ્રિલે પ્રથમ તબક્કાની ચૂંટણી
26 એપ્રિલ એ બીજા તબક્કામાં થશે મતદાન
સાત મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન
ગુજરાતમાં 26 સીટોનું મતદાન 7 મે રોજ થશે
મત ગણતરી 4 જૂન ના રોજ થશે

ચૂંટણી પંચની લાઈવ પ્રેસ કોન્ફરન્સ જુઓ અહીથી

ફોટો ક્રેડિટ :ABP અસ્મિતા

આ પુસ્તક ચૂંટણી પંચ દ્વારા ભારતમાં ચૂંટણીની સફરના દસ્તાવેજ માટે પ્રકાશિત કરવામાં આવ્યું હતું. “આદર્શ આચારસંહિતા સૌ પ્રથમ ભારતીય ચૂંટણી પંચ દ્વારા 26 સપ્ટેમ્બર, 1968 ના રોજ 1968-69 ની મધ્ય-ગાળાની ચૂંટણીઓ દરમિયાન ‘લઘુત્તમ આચારસંહિતા’ શીર્ષક હેઠળ જારી કરવામાં આવી હતી. આ કોડમાં 1979, 1982, 1991 અને 2013માં વધુ સુધારો કરવામાં આવ્યો હતો.

Leave a Comment