ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપેલા વિદ્યાર્થીઓ પોતાના પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સામાન્ય રીતે ગુજરાત બોર્ડ પરિણામ મે મહિનામાં આવે છે ત્યારે આ વખતે લોકસભા ચૂંટણી 2024ના કારણે આ વર્ષે ગુજરાત બોર્ડનું પરિણામ મે એટલે કે ચાલુ મહિનામાં જ આવી જશે. ગુજરાત બોર્ડ પરિણામ અંગે એક મહત્વનું અપડેટ્સ સામે આવ્યું છે. આવતીકાલે ગુજરાત શિક્ષણ બોર્ડઅને ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરી શકે છે.
Gujarat Board HSC SSC Result 2024 Date : લાખો વિદ્યાર્થીઓની આતૂરતાનો આવશે અંત
ઉલ્લેખનીય છે કે આ વખતે માર્ચમાં લેવાયેલી ગુજરાત બોર્ડની પરીક્ષામાં ધોરણ 10ના 9,17,687 વિદ્યાર્થી જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4,98,279 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1,32,073 વિદ્યાર્થી પરીક્ષા માટે નોંધાયા છે. આમ ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ મળીને કુલ 14 લાખ જેટલા પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ મહિનાના અંતમાં ગુજરાત બોર્ડ પરિણામ જાહેરત થતાં આ લાખો વિદ્યાર્થીઓની આતૂરતાનો અંત આવશે. પરિણામ જાહેર થયા પછી પરિણામની લિંક સક્રિય થઈ જશે. જે પછી વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જઈને તેમનું પરિણામ ચકાસી શકે છે.
- ધોરણ 10 અને 12 ની પરીક્ષા પરિણામ કઈ રીતે તપાસવું? | Class 10th and 12th exam result date 2024
- સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ https://www.gseb.org/ પર જાઓ.
- ધોરણ પસંદ કરો.
- હવે, તમારો રોલ નંબર દાખલ કરો.
- ત્યાર બાદ, તમારું પરિણામ પ્રકાશિત થશે
હવે વિદ્યાર્થીઓ Whatsapp દ્વારા તેમનું GSEB ધોરણ 12 આર્ટસ અને કોમર્સના પરિણામ પણ જોઈ શકે છે. વિદ્યાર્થીઓએ તેના માટે કેટલાક પગલાં જાણતા હોવા જરૂરી છે. જે નીચે મુજબ છે.
- સૌપ્રથમ તમારે 6357300971 નંબર તમારા મોબાઇલમાં સેવ કરો.
- GSEB નંબર સેવ કર્યા પછી, તમારા ફોન પર WhatsApp ખોલો.
- હવે GSEB અને તેનું ચેટ બોક્સ ખોલો.
- તમારે તમારો રોલ નંબર લખીને મોકલવો પડશે.
- થોડા સમયની અંદર, તમે તમારા 12મા ધોરણના પરિણામો તમારી સ્ક્રીન પર મેળવી શકો છો.
ધોરણ 12 નું રિઝલ્ટ જોવાની વેબસાઈટ
( સાઈટ પર વધારે ટ્રાફિક હોવાથી ખુલવામાં સમય લાગી શકે છે )
Gujarat Board HSC Result 2024 Date : 11 માર્ચથી 26 માર્ચ સુધી લેવાઈ હતી ગુજરાત બોર્ડની પરીક્ષા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા 11 માર્ચથી 22 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી, જ્યારે ધોરણ 12ની પરીક્ષા 26 માર્ચ સુધી ચાલી હતી. પરીક્ષા પૂરી થયા બાદ કોપી ચેકિંગની કામગીરી પુર્ણ થઈ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. પેપર તપાસના પૂર્ણ થઈ ગયા હોવાથી હવે પરિણામ બનાવવાની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે