વનરક્ષક અભ્યાસક્રમ, ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ

વન રક્ષક વર્ગ :3 ગુજરાત રાજ્ય વન ખાતા ના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ના નેજા હેઠળની અલગ અલગ જીલ્લાઓ માં આવેલ કચેરીઓ ખાતે જીલ્લા દીઠ વન રક્ષક વર્ગ :૩ ની ખાલી જગ્યા માટે નિમણૂંક કરવા GSSSB દ્વારા લેવાનાર પરીક્ષા ફેબ્રુઆરી 2024 માં લેવાનું મંડળની વિચારણા હેઠળ છે .

વન રક્ષક વર્ગ :3 ની લેખિત પરીક્ષા CBRT (Computer Based Recruitment Test ) પધ્ધતિથી લેવામાં આવશે . તેમજ આ પરીક્ષા બદલાયેલા નવા અભ્યાસક્રમ મુજબ લેવામાં આવશે . આ બાબતની સૂચના ગુજરાત ગૌણ સેવા મંડળ તરફથી આપવામાં આવેલ છે . જેથી વન રક્ષકની પરીક્ષામાં ઉપસ્થિત રહેવા ઇચ્છુક તમામ ઉમેદવારો ને જાણ થઈ શકે અને તેઓ પરીક્ષા પધ્ધતિ અને નવા અભ્યાસક્રમ મુજબ પરીક્ષાની તૈયારી કરી શકે .

પ્રશ્ન પત્ર સબંધી અગત્યની સૂચનાઓ :

આ પરીક્ષામાં 100 પ્રશ્નો રાખવામાં આવેલ છે .
પરીક્ષાનો સમય 2.00 કલાકનો છે.
પરીક્ષામાં 4 (ચાર ) વિષયો રાખવામાં આવેલ છે .
પરીક્ષામાં પ્રત્યેક ખોટા જવાબના -0.25 માર્ક્સ રાખવામાં આવેલ છે . એટલે કે પ્રશ્નનો ખોટો જવાબ આપવા સામે નેગેટિવ માર્કિંગ રાખવામાં આવેલ છે .

Subject: (A) General Knowledge (25% Marks)
ઈતિહાસ

ગુજરાતના મહત્વના રાજવંશો, અસરો અને પ્રદાન, મહત્વની નીતિઓ, તેમનું વહીવટી તંત્ર, અર્થતંત્ર, સમાજ, ધર્મ, કળા, સ્થાપત્ય અને સાહિત્ય
ભારતનો ૧૮૫૭ નો સ્વાતંત્ર્ય સંગ્રામ અને ગુજરાત
૧૯મી સદીમાં ગુજરાતમાં ધાર્મિક અને સામાજીક સુધારા આંદોલનો.
ભારતની સ્વતંત્રતા માટેની ચળવળમાં ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાનીઓનો ફાળો અને ભૂમિકા
સ્વાતંત્ર્ય ચળવળ અને સ્વાતંત્રયોત્તર ભારતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિકા અને પ્રદાન
ગુજરાત રાજ્યની સ્થાપના, મહાગુજરાત આંદોલન.
સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યોના શાસકોના સુધારાવાદી પગલાઓ અને સિધ્ધિઓ
સાંસ્કૃતિક વારસો
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો : કળાસ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય. ગુજરાતની લોકસંસ્કૃતિ અને પરંપરા: તેનું મહત્વ, લાક્ષિણકતાઓ અને અસરો,
ગુજરાતની કળા અને કસબ : સામાજીક અને સાંસ્કૃતિક પ્રદાન.
આદિવાસી જનજીવન અને સંસ્કૃતિ
ગુજરાતના તીર્થસ્થળો અને પર્ટન સ્થળો.
વિશ્વ વિરાસત સ્થળો (વર્લ્ડ હેરીટેજ સાઈટ્સ), GI ટેગ્સ (ગુજરાતનાં સંદર્ભમાં)
ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા (INDIAN CONSTITUTION)
આમુખ

મૂળભૂત અધિકારો અને ફરજો
રાજ્યનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો
સંસદની રચના
રાષ્ટ્રપતિની સત્તા
રાજ્યપાલની સત્તા
ભારતીય ન્યાયતંત્ર
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સમાજના પછાત વર્ગો માટેની જોગવાઇઓ
એટર્ની જનરલ
નીતિ આયોગ
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને પંચાયતી રાજ
કેન્દ્રીય નાણા પંચ અને રાજ્યનું નાણા પંચ
બંધારણીય તથા વૈધાનિક સંસ્થાઓ ભારતનું ચૂંટણી પંચ, સંઘ લોક સેવા આયોગ, રાજ્ય જાહેર સેવા આયોગ, કોટ્રોલર અને ઓડિટર જનરલ, કેન્દ્રીય સતર્કતા આયોગ, લોકપાલ તથા લોકાયુક્ત. કેંદ્રીય માહિતી આયોગ વગેરે
વાર્ષિક નાણાકીય પત્રક
ભૌતિક ભૂગોળ
વાતાવરણની સંરચના અને સંગઠન
આબોહવાના તત્વો અને પરિબળો
વાયુ સમુચ્ચય અને વાતાગ્ર, વાતાવરણીય વિક્ષોભ, ચક્રવાત, જલીય આપત્તિઓ, ભૂકંપ
આબોહવાકીય બદલાવ
ગુજરાતની ભુગોળ
ગુજરાતના વિવિધ ભૂમિ સ્વરૂપો
ગુજરાતની નદીઓ, પર્વતો તથા વિવિધ જમીનોના પ્રકારો
ગુજરાતની સામાજીક ભૂગોળ : વસ્તીનું વિતરણ, વસ્તી ઘનતા, વસ્તી વૃધ્ધિ, સ્ત્રી પુરુષ પ્રમાણ, સાક્ષરતા, મહાનગરીય પ્રદેશો, વસ્તી ગણતરી – ૨૦૧૧ (ગુજરાતનાં સંદર્ભમાં)
ગુજરાત અને ભારતની આદિમ જાતિઓ (PVTGs)
ગુજરાતની આર્થિક ભૂગોળ : ગુજરાતની કૃષિ, ઉદ્યોગો, ખનીજ, વેપાર અને પરિવહન, બંદરો વગેરે.
ગુજરાત રાજ્યના જિલ્લાઓ અને વિશેષતાઓ
વિજ્ઞાન અને ટેકનોલોજી
સામાન્ય વિજ્ઞાન
પ્રાદેશિક તથા રાષ્ટ્રીય મહત્વના વર્તમાન પ્રવાહો

સંપૂર્ણ અભ્યાસક્રમની PDF ડાઉનલોડ કરો

Leave a Comment